૮ થી ૧૦ હજાર લીટર કેરોસીનનો જથ્થો બચશે: સ્ટેમ્પીંગની કામગીરી પુરજોશમાં
રાજકોટ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા રાંધણગેસ ધરાવતા હોવા છતાં કેરોસીન મેળવી બેવડો લાભ લેતા પરીવારોને શોધી કાઢવા હાથ ધરેલી સ્ટેમ્પીંગ ઝુંબેશમાં ફેબ્રુઆરી માસમાં વધુ ૨ હજાર જેટલા કુટુંબોના રેશનકાર્ડમાં સ્ટેમ્પીંગ કરી ૮ થી ૧૦ હજાર લીટર કેરોસીનનો જથ્થો બચાવવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેર જિલ્લામાં રાંધણગેસ કલેકશન હોવા છતાં રાશનકાર્ડ પર અસંખ્ય કુટુંબો કેરોસીન મેળવી સબસિડીનો બેવડો લાભ લઈ રહ્યા હોય જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા આવા કુટુંબોને શોધી કાઢવા સ્ટેમ્પીંગ ઝુંબેશ શ‚ કરી ઓઈલ કંપનીઓના ડેટા સાથે રાશનકાર્ડનો ડેટા મેચ કરી આવા કુટુંબોને કેરોસીનનો જથ્થો આપવાનું બંધ કરવામાં આવે છે. જે અન્વયે ગત માસે ૧૮ હજાર જેટલા કુટુંબોના રેશનકાર્ડમાં સ્ટેમ્પીંગ કરાયા બાદ ફેબ્રુઆરી માસના અંત સુધીમાં વધુ ૨ હજાર રેશનકાર્ડમાં સ્ટેમ્પીંગ કરી લાખો ‚પિયાનું કેરોસીન બચાવવામાં આવ્યું હોવાનું પુરવઠા વિભાગના સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.