સાબરકાંઠા જિલ્લા વહિવટીતંત્ર કોરોના વાયરસને લઈને તમામ સાવચેતીને ધ્યાને રાખીને પૂર્વ તૈયારી કરીને એક્શન મોડ પર સઘન કાર્યવાહી કરી રહ્યું છે. કોરોના વાયરસ જિલ્લામાં ન ફેલાય તે માટે જિલ્લા વહિવટીતંત્ર દ્રારા લોકજાગૃતિ માટે ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે જિલ્લાના તમામ તાલુકાઓમાં વહિવટીતંત્રના કર્મચારીઓ દ્રારા ડોર ટુ ડોર જઈને સરવે હાથ ધરાયો હતો.
જેમાં ઇડર તાલુકાના ગંભીરપુરા વિસ્તારમાં સર્વેની કામગીરી કરવાની ના પાડતા તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ને જાણ કરાઈ અને તે અધિકારીઓ રૂબરૂ જે સમજાવટ કરતાં સર્વેની કામગીરી પૂરી કરાવી.
જિલ્લા વહિવટીતંત્ર દ્રારા માઇક્રો પ્લાનીંગ કરીને સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. જેમાં બે-બે વ્યક્તિઓની ટીમ બનાવામાં આવી છે જેમાં એક શિક્ષક અને એક પેરામેડીકલ સ્ટાફ જે લોકોના ઘેર-ઘેર જઈને ૧ માર્ચ ૨૦૨૦ પછી વિદેશથી પરત આવેલા પ્રવાસીઓ તેમજ એન.આર.આઇ પરીવાર તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન કે અન્ય કોઇ પ્રાંતમાંથી જિલ્લામાં પ્રવેશનાર પ્રવાસીઓને આવરી લેવામાં આવશે,આ ઉપરાંત ૦થી દશ વર્ષના બાળકો,૬૫થી વધુ વય ધરાવતા લોકો અને સામાન્ય રીતે શરદી-ખાંસી અને તાવના લક્ષ્ણો ધરાવતા તમામને સરવેમાં આવરી લેવામાં આવશે.