દરરોજ સાંજે કોકોનટ થિયેટરનાં ફેસબુક પેઈજ ઉપર સાંજે 6 વાગે ગુજરાતી તખ્તાના સંગમાં ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી-3માં વિવિધ નાટક ફિલ્મો અને ટીવી ધારાવાહીકના કલાકારો વિવિધ વિષયો સાથે પોતાના અનુભવોશેર કરી રહ્યા છે. ગઈકાલે ગુજરાતી રંગભૂમિને પોતાનું આખું જીવન સમર્પિત કરી ચુકેલા કલમના કસબી જેમનાં સંવાદો સાભળીને પ્રેક્ષકો વાહ વાહ અને તાલીઓના ગડગડાટથી થિયેટર ગજવી દે એવા અત્યાર સુધી 205 નાટકો લખી ચુકેલા સિધ્ધહસ્ત લેખક પ્રવીણ સોલંકી પોતાના અનોખા વિષય નાટક અને હું સાથે દર્શક મિત્રો અને રંગકર્મીઓ સામે લાઈવ આવ્યા.
ગુજરાતી રંગભૂમિનાં નાટકો વિષે વાત કરતા પ્રવીણ ભાઈએ જણાવ્યું ગુજરાતી નાટક ક્ષેત્રે આજે મને 60 વર્ષ પુરા થયા એની વાતો કરવી છે. આજે જ્યારે વિશ્વ રંગભૂમિ પર કોરોના નામનું વિકરાળ નાટક ભજવાઈ રહ્યું છે, ત્યારે ભયભીત અને ડર માં જીવતા પ્રેક્ષકો સાથે પોતાના અનુભવને હળવી વાત હળવી શૈલીમાં રજુ કરવાનું મેં નક્કી કર્યું.આજે પણ પ્રેક્ષકો નાટક પૂરું થાય કે અનેક નાના નાના પ્રશ્નો કરે છે. કોઈ પૂછે કે તમે નાટકો કેવી રીતે લખો છો ? જેમ ફિલ્મ માં સ્ટોરી,સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સ માટે ત્રણ અલગ અલગ લેખક હોય એમ નાટકમાં હોય ? નાટકમાં પહેરાતા કપડા , બુટ કલાકાર જાતે લઇ આવે કે નિર્માતા આપે ? નાટકનો ઉદ્ભવ કેમ થયો ? પ્રવીણ ભાઈના મતે નાટકનો પ્રથમ ઉદ્ભવ મહાભારતમાં થયો. પદ્મનાભ નામના અસુર રાજાને મ્હાત કરવા ભગવાન કૃષ્ણનાં આદેશથી ભદ્રનામની નાટક મંડળી માં કૃષ્ણપુત્ર પ્રદ્યુમ્ન અને શામ જોડાયા હતા. જેઓએ ગાયક અને નાટકકાર બનીને પદ્મનાભ રાજાના રાજ્યમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં દરબારમાં નાટક ભજવાય છે ત્યારે પદ્મનાભની દિકરી પ્રદ્યુમ્ન પર મોહિત થાય છે. આવો છે નાટકનો ઈતિહાસ.
ગુજરાત માં ભવાઈ, રાજસ્થાનમાં કઠપૂતળી, મહારાષ્ટ્રમાં તમાશા, કન્નડમાં ભરત નાટ્ય, તામિલમાં યક્ષગાન કે કથકલી વગેરે નાટકના અલગ અલગ પ્રકાર છે. જેમાં ભવાઈ જોઈને નાટક લખવાનો નશો લાગ્યો. હું અને નાટકો વિષે વધુમાં જણાવતા પ્રવીણ ભાઈએ કહ્યું કે પહેલાના વખતમાં નિર્માતા, દિગ્દર્શક કે કલાકાર એમ અલગ અલગ છાપ નહોતી નાટ્ય રસિકોનો એક પરિવાર હતો. જેમાં નિર્માતા મિત્ર ક્યારેક પૂછે કે પ્રવીણ ભાઈ નાટકની નવી બે લાઈન સંભળાવો. અને હું એકાદ સ્ટોરીની બે લાઈનો સંભળાવું જે એમને ગમે અને શરુ થાય નાટ્ય લેખનની સફર. આખી સ્ક્રીપ્ટ લખવા કરતા હું રિહર્સલમાં બેસીને જ સીન લખું. રીહર્સલ દરમ્યાન કલાકારોના અભિનયને જોઈ પાત્રને ઉચિત ન્યાય આપી શકાય.પાત્રનાં પરકાયા પ્રવેશ વિષે જણાવ્યું કે કલાકાર જે પાત્ર ભજવતા હોય ત્યારે અકબર છું એ સાથે સાથે હું કલાકાર છું એનું પણ ધ્યાન રાખવું જોઈએ. જે દિગ્દર્શકનું કહ્યું કરે. એણે વિચારેલા પાત્રને ન્યાય આપે. ગુજરાતી પ્રેક્ષકો ખરેખર નાટક જોવા આવે છે ? એવા સવાલનો સરસ જવાબ આપ્યો પ્રવીણ ભાઈએ કે હા પહેલાનાં વખતમાં પ્રેક્ષકો નાટકો માનતા પછી એવું ઓડીયન્સ આવતું કે નાટક છે તો જોઈ નાખીએ પણ હવે ફરી પ્રેક્ષકો નાટક માણે છે એમને સારા નરસા નાટકોની સમાજ પડે છે.
અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર દરરોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો
આવનારા સમયમાં પ્રેક્ષકોને વધુ સારા નાટકો આપવા પડશે અને રંગભૂમિના દરેક નિર્માતા કલાકાર દિગ્દર્શકે નવીનતા સાથે સજ્જ થવું પડશે. પ્રવીણ ભાઈનો એક આગવો પ્રેક્ષક અને ચાહક વર્ગ છે જે કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 ઇન એસોશિયન માં જોડાયો. અને એમની લાઈવ વાતો સાંભળી કઈક નવું જાણ્યું, તમે જો ે બીજા ગુજરાતી રંગભૂમિનાં અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં કૌસ્તુભ ત્રિવેદી, મીનળ પટેલ, ઘનશ્યામ નાયક,ટીકુ તલસાણીયા, વંદના પાઠક જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.
આવનારા કલાકારો
28મીએ -અન્નપૂર્ણા શુકલ
29મીએ- આશિષ ભટ્ટ
30મીએ- ધર્મેશ વ્યાસ
1 મેએ-ભૌતેશ વ્યાસ
આજે નિર્માતા કૌસ્તુભ ત્રિવેદી
ગુજરાતી નાટકોમાં અગ્રસ્થાને રહેલુ નામ, પેક્ષકોને ગમતા નાટકો આપવા સદાતત્પર એવા જાણીતા નિર્માતા કૌસ્તુભ ત્રિવેદી કોકોનટ થિયેટર પ્રસ્તૃત શ્રેણી ‘ચાય-વાય અને રંગમંચ’ માં ડાયરેકટર એકટરના નિર્માતાના સંબંધશે વિશે વાતો શેર કરશે આ સુંદર કાર્યક્રમો દેશ વિદેશમાં કલા રસીકો સોશિયલ મીડિયાના કોકોનટ થિયેટર અને અબતકના પેઈજ ઉપર દરરોજ સાંજે 6 વાગે માણી રહ્યા છે. કૌસ્તુભ ત્રિવેદી નાટક ફિલ્મો સાથે સંકળાયેલા પરિવારમાંથી આવતા હોવાથી અભિનય કલા જેવા રંગમંચના વિવિધ પાસાઓ તેમને વારસામાં મળ્યા હોવાથી તેમણે શ્રેષ્ઠ નાટકો આપ્યા હતા.