એ સાંભળો છો….
80 ડિસીબલથી વધુ વોલ્યુમ સાંભળવાની નસને પહોંચાડે નુકસાન: નિષ્ણાંત તબીબ
કાનને કમ્ફર્ટેબલ હોય એવું વોલ્યુમ રાખવું: ઉપકરણોનો મર્યાદિત ઉપયોગ કરવો
માનવીનું મહામૂલ્ય અભિન્ન અંગ એટલે શ્રવણ (કાન) છે. છતાં જાણતા જાણતા મનુષ્ય કાન ને નુકસાન પહોંચાડવાનું કાર્ય કરી બેઠે છે. આજકાલ લોકોમાં બ્લુટુથ હેન્ડ્સ ફ્રી જેવા વિવિધ ડિવાઇસનો વપરાશ કરવાનો વધ્યો છે. ત્યારે આવા ડિવાઇઝરનો ઉપયોગ કરતા લોકો હંમેશા એક બાબતનું ધ્યાન રાખતા નથી અને એ છે વોલ્યુમ. ગમતું ગીત અથવા ગમતું કોઈ મુવી સાંભળવા માટે આપણે વોલ્યુમ વધુ રાખતા હોઈએ છીએ. અમુક લેવલથી વધારે નું વોલ્યુમ કાનમાં સીધા જ કાનના હેર સેલ જેને સાંભળવાની નશ કહેવામાં આવે છે તેને નુકસાન કરી શકે છે. લાંબો સમય સુધી જો એક લેવલથી વધુ વોલ્યુમ સાંભળવાની ટેવ રાખવામાં આવે તો કાન ને તરત જ નુકસાન થઈ શકે છે.
ઘણી વખત આપણે વધુ વોલ્યુમ વાળા સાઉન્ડનો એહસાસ કરી છે ત્યારે કાનની અંદર ઘોંઘાટ થવા લાગે છે જેમ કે પ્લેન ઉડવાનું હોય ત્યારે તેનું ડેસિબલ 110 વોલ્યુમ જેટલું હોય છે જે અડધી કલાકથી વધુ આપણે સાંભળીએ તો આપણા કાનની અંદર એની ખરાબ અસર જોવા મળે છે. તદુપરાંત જો 70 ડેસીબલના આવાજથી વધુ સતત સાંભળવામાં આવતું હોય તો ત્રણથી ચાર વર્ષમાં કાનમાં બહેરાશ આવવાની અથવા કાનની નશ સુકાવાની શક્યતાઓ થઈ શકે છે. આ ઉપરાંત આવા ડિવાઇસ કાનમાં શયુટ ન થતા હોય તો તેના ઘસારાથી પણ કાનમાં નુકસાન થતું હોય છે. કાન માટે કમ્ફર્ટેબલ મ્યુઝિકનું વોલ્યુમ સાંભળવું હિતાવર રહે છે. બે થી ત્રણ કલાક મેક્સિમમ સાંભળવાની ટેવ રાખવી જરૂરી.આ વિષય પર અબતક દ્વારા રાજકોટના નિષ્ણાંત ઇએનટી સર્જન સાથે ખાસ વાતચીત કરવામાં આવી તેમજ એક વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે જેમાં નિષ્ણાંત તબીબો એ જણાવ્યું છે કે.બ્લુટુથ હેન્ડ્સ ફ્રી ઈયર બર્ડ જેવા ડિવાઇસનો બને તો ઉપયોગ ખૂબ ઓછો કરવો. જરૂરી હોય તો બેથી ત્રણ કલાક સુધી આવા ડિવાઇસનો ઉપયોગ કરવો કાન માટે હિતાવર રહે છે.સારા ગુણવત્તાવાળા ડિવાઇસનો ઉપયોગ કરવો જરૂરી. લોકો માટે આજે આ ડિવાઇસ જરૂરિયાત પણ છે ક્યાંક કોકની માટે શોખની પણ વસ્તુ છે પરંતુ લોકોએ જાતે જ નિર્ણય કરી અને બંને તેટલું મર્યાદિતાનો ઉપયોગ કરી અને કાનને પ્રોટેક્શન આપવા પ્રયત્નો કરવા જરૂરી.
60 ડેસીબલ સુધીનું વોલ્યુમ કાન માટે અનુકૂળ: ડો.જગદીશ કણસાગરા
સુપર સ્પેશિયાલિસ્ટ ઈએનટી સર્જન ડો.જગદીશ કણસાગરા જાણવ્યું કે, લોકોએ કાનની સાંભળવાની સહનશક્તિથી વધુ વોલ્યુમ ન સાંભળવું જોઈએ. જો વધુ વોલ્યુમ સાંભળવામાં આવતું હોય તો કાનને નુકસાન પહોંચાડી શકે છે.60 ડેસીબલ સુધીનું વોલ્યુમ કાન માટે અનુકૂળ રહે છે.
બ્લુટુથ હેન્ડ્સ ફ્રી જેવા ઉપકરણોનું બિનજરૂરી વપરાશ ન કરવો: ડો.ભરત કાકડીયા
ઇ.એન.ટી સર્જન ડો.ભરત કાકડીયા એ જણાવ્યું કે, ટેકનોલોજી એ માનવ માટે ક્રાંતિ છે પરંતુ ટેકનોલોજીનો ગેર ઉપયોગ કરવો એ પણ નુકસાન પહોંચાડતું હોય છે બ્લુટુથ હેન્ડ્સ ફ્રી જેવા ઉપકરણોનો બિનજરૂરી ઉપયોગ કરવાનો ટાળવું. ખોટી રીતે આવા ઉપકરણો પર સમય ન વિતાઓ એ પણ એક મહત્વની બાબત છે.
શરીરમાં બનતા ફ્રી રેડીકલ્સ ઓછા કરવા લીલા શાકભાજી અને ફ્રુટ્સનો આહાર લેવો: ડો. વિમલ હેમાણી
ઇ.એન.ટી સ્પેશિયાલિસ્ટ ડો. વિમલ હેમાણીએ જણાવ્યું કે, કાના રાખવા માં બને તો બ્લુટુથ હેન્ડફ્રી જવા ડિવાઇસનો ઉપયોગ ઓછો કરવો હિતાવહ રહેશે. આપણા શરીરમાં જે ફ્રી રેડીકલ્સ બનતા હોય છે તેને ઓછા કરવા માટે લીલા શાકભાજી અને ફ્રુટ્સનો ખોરાકમાં ઉપયોગ વધુ કરવો.
લાઉડ સાઉન્ડ કાનની નસ માટે ધીમું ઝેર: ડો.નીરવ મોદી
ઇ.એન.ટી સર્જન ડો.નીરવ મોદીએ જણાવ્યું કે, હેન્ડ્સ ફ્રી જેવા ઉપકરણોનો લોકોને ઉપયોગ કરવાનો વાસ્તવિક ખ્યાલ હોવો જરૂરી છે. જો તમે ઘરે હો એકાંતમાં હો તો આવા યંત્રનો ઉપયોગ કરવો જરૂરી નથી. કાનની નસ માટે લાઉડ સાઉન્ડ ધીમો ઝેર સમૂહ છે. વધુ પડતા વોલ્યુમમાં સાંભળવાથી કાનની નસ ને નુકસાન પહોંચી શકે છે.
લોકોએ શ્રવણ શક્તિ બચાવવા માટે જાગૃત થવું: ડો.હિમાંશુ ઠક્કર
ઇ.એન.ટી સ્પેશિયાલિસ્ટ ડો.હિમાંશુ ઠક્કર જાણવ્યું કે, શરીરનું મહામૂલ્ય અંગ કાનની શ્રવણ શક્તિ બચાવવા લોકોએ જાગૃત થવું જરૂરી છે. લોકોએ વધુ પડતા વોલ્યુમ સાંભળવાની ટેવ નવ રાખવી જોઈએ ખોટી રીતે કાનમાં સાફ કરવા માટે ની કોઈ ચીજ વસ્તુઓ ન નાખવી. કાન ને સાફ રાખવા તકેદારીઓ રાખવી જરૂરી છે. જો કાનમાં તકલીફ થતી હોય તો નિષ્ણાંત તબીબની સલાહ વગર કોઈ પણ કાન માટેની દવા કે સારવાર કરવી નહીં.