ભોગ બનનાર મહિલાઓને ફરિયાદ કરવા સામે આવવા માટે ડીવાયએસપી નિલમબેન ગોસ્વામીની અપીલ

ખંભાળીયા કલ્યાણપુર તથા આજુબાજુના વિસ્તારોમાં યુવતીઓને ફસાવી વિમાસણમાં મૂકવા તથા પરણીત મહિલાઓને મોહજાળમાં લઈ મહિલાઓના અપહરણના કેટલાક બનાવો આ પંથકમાં બની રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ડી.વાય.એસ.પી.નિલમબેન ગૌસ્વામી દ્વારા મહિલાઓ જોગ મીડીયા મારફતે ઈન્ટરવ્યુ આપી અપીલ કરવામાં આવી છે કે આવા પ્રકરણમાં ફસાયેલ કોઈપણ અબળા કોઈ સંકોચ કે શરમ વગર અમારો સંપર્ક કરે ફરિયાદ કરનારની વિગત ગુપ્તમાં રાખવામાં આવશે પીઅઈ ખુશ્બુબેન જાની દ્વારા પણ આ હકિકતને સમર્થન આપવામાં આવ્યું છે.

વિડિયોકોલ વોટસએપ ચેટથી વાતો કરાવી વિડિયો કોલનું સ્કીન રેકોર્ડીંગ કરી લઈ છોકરીઓ આગળ વિવિધ માંગણીઓ મૂકવામાં આવતી હતી જે સ્વીકારવામાં આવે નહી તો પોતાના મોબાઈલમાં રહેલ સ્ક્રીન રેકોર્ડિંગ વોટેસએપ પર રહી કરેલ ફોટો વિડિયો મૂકી શરમજનક સ્થિતિ ઉભી કરતા હતા ઉપરાંત સ્ક્રીન શોટ કાઢી સ્ટેટસમાં મૂકી છોકરાઓને ક્ષોભજનક સ્થિતિમાં મૂકતા હતા લપંટો દ્વારા આ મુજબની હરકત દોઢ વર્ષથી આચરવામાં આવી હતી અંતે પોલીસ ફરિયાદ બાદ બંને સામે બરોબર પોલીસ પાઠ ભણાવવા એસ.પી. નિતેષ પાંડેયની સૂચના મુજબ ડી.વાય.એસ.પી. નિલમબેન ગૌસ્વામી દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને મીડીયા મારફતે મહિલાઓને આવા જુઠાલાલોમાં ન ફસાવવા તથા કોઈ સંકોચ વગર તેમનો સંપર્ક કરવા અપીલ કરી છે. પ્રકરણની તપાસ ખુશ્બુબેન યાજ્ઞીક તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી છે જેના દ્વારા કોલ ડીટેઈલ મેળવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.