ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી, દ્વારકાના ઉપક્રમે અને શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ, માતુશ્રી મોંઘીબેન હરિદાસ વિઠલદાસ ગોકાણી મેમોરીયલ ટ્રસ્ટ, દ્વારકા, એલ.આર.ગ્રુપ, શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ, દ્વારકાના સહયોગથી ગઈકાલે દ્વારકામાં લોહાણા મહાજનવાડીમાં સદગુરુ નેત્રયજ્ઞ યોજવામાં આવેલ જેનો કુલ ૧૭૫ દર્દીઓએ લાભ લીધો હતો.
આ પૈકી ૬૦ દર્દીઓને મોતીયાના ઓપરેશનની જરૂરીયાત હોતા કેમ્પના દિવસે રાજકોટ શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ લઈ જઈ નિ:શુલ્ક ઓપરેશન કરી નેત્રમણી બેસાડી પરત દ્વારકા લાવેલ. દર્દીઓને લાવવા, લઈ જવા, રહેવા, જમવાની સુવિધા પણ નિ:શુલ્ક રાખેલ.
કેમ્પમાં દિપ પ્રાગટય ડોકટર્સની ટીમ, મિંઢોળબંધ વરરાજા મિલન મુકેશભાઈ કાનાણી અને ઉપસ્થિત મહાનુભાવો ઈશ્વભાઈ ઝાખરીયા, કે.જી.હિંડોચા વગેરે ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં થયેલ. કેમ્પને સફળ બનાવવા અશ્વિભાઈ સી.ગોકાણી, સુરેશભાઈ વાયડા, રમણભાઈ સીમરીયા, ટી.જે.સોમૈયા, પ્રવિણભાઈ મકવાણા, જેરામભાઈ નકુમ વગેરે કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવેલ.