કંપનીના હેડ અને લેબ ટેક્નિસ્યન્સ સહિત ચાર ગઠિયાઓએ ખોટા બિલ બનાવી કંપનીને ચોપડ્યો લાખોનો ચુનો
દેવભૂમિ-દ્વારકાના કુરંગા ગામે આવેલી આર.એસ.પી.એલ. નામની કંપનીના હેડ અને લેબ ટેક્નિસ્યન્સ સહિત ચાર શખ્સોએ કોકની જગ્યાએ કંપનીમાંથી કોલસા મોકલાવી તેનું બિલ પાસ કરાવીને લાખોનો ચુનો ચોપડ્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દ્વારકામાં કૂરંગા ગામે આવેલી આર.એસ.પી.એલ. નામની કંપનીમાં સિક્યુરિટી એન્ડ સર્વેલન્સ હેડ અભિષેકભાઈ નાગેન્દ્રકુમાર દુબેએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હ્યુ કે કંપનીમાં હેડ તરીકે ફરજ બજાવતા જનાર્દન ધીરેન્દ્ર રાજ્યગુરુએ પોતાની મંડળી રચી તેમાં કંપનીના લેબ ટેક્નિસ્યન્સ ખેરાજ નારૂ જામ, હિતેશગર કુંવરગર રામદતી અને વિશાલ રાણાએ વિક્રેતાઓએ કંપની સાથે નબળી ગુણવત્તાનો માલ મોકલાવી છેતરપીંડી કર્યા હોવાનું પોલીસમાં જણાવ્યું છે.
જેમાં ચારેય આરોપીઓએ કંપનીમાંથી કોકની જગ્યાએ કોલસા મોકલાવી લાખો રૂપિયાનું ફૂલેકુ ફેરવ્યું હોવાની ફરિયાદ નોંધાતા દ્વારકા એલસીબીનીના પીએસઆઇ એ.વી.ગળચર સહિતનાઓએ તપાસ હાથધરી છે.