ઠાકોરજીના ગગનચૂંબી જગતમંદિરને કલાત્મક લાઈટીંગથી ડેકોરેટ કરાશે
દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી શ્રાવણ વદ અષ્ટમી, ૩જી સપ્ટેમ્બરના રોજ રાજાધિરાજ દ્વારકાધીશનો ૫૨૪૫માં જન્મોત્સવની રાજકીય ઠાઠમાઠ સાથે ઉજવણી કરવામાં આવનાર હોય જેના સુચારૂપ આયોજન અંગે ગઈકાલે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિની બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં અલગઅલગ મુદાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
દેવસ્થાન સમિતિનાં ઉપાધ્યક્ષ તથા રીલાયન્સના ગ્રુપ વાઈસ પ્રેસીડન્ટ ધનરાજ નથવાણીએ આ અંગે જણાવ્યું હતુ કે ઠાકોરજીના આશરે ૧૫૦ ફૂટની ઉંચાઈ ધરાવતા ગગનચૂંબી જગતમંદિરને જન્મોત્સવ પ્રસંગે લાઈટીંગ ડેકોરેશનથી સુશોભીત કરવાની સાથે સાથે મંદિર પરિસરનાં અષ્ટપટ્ટરાણી, ત્રિવિક્રમરાયજી, દેવકીજી સહિતના મંદિરો તથા સ્વર્ગ દ્વાર, મોક્ષદ્વાર અને ગોમતી ઘાટના સંલગ્ન મંદિર વિસ્તારોને પણ રીલાયન્સના સહયોગથી ડેકોરેટ કરાશે.