ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારકા તેમજ હોટલ એસોસીએશન દ્વારકાના સહયોગથી દ્વારકાના શ્રીરામજી ઠાકરશી ચેરીટી ટ્રસ્ટ સંચાલિત બાલમંદિર ખાતે તાજેતરમાં નિ:શુલ્ક સર્વરોગ નિદાન યજ્ઞ યોજાયો હતો. આ નિદાન કેમ્પમાં જામનગર તથા ખંભાળીયાના નિષ્ણાંત ડોકટર્સની ટીમ દ્વારા કુલ ૧૨૯ દર્દીઓની તપાસ કરી નિદાન કરવામાં આવ્યું હતું.

કેમ્પની શરૂઆતમાં દિપ પ્રાગટય ડોકટર્સની ટીમ જેમાં ડો.કૌશલ એલ.શાહ, ડો.હિતેષ પાથર, ડો.ગૌતમ ખાંટ, ડો.હમીર કાંબરીયા તથા તેમની ટીમ સાથે ગામના અગ્રણીઓ નિર્મલભાઈ સામાણી, પ્રમુખ હોટલ એસો., દ્વારકા, ઈશ્ર્વરભાઈ ઝાખરીયા, પ્રમુખ, શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ, દ્વારકા, કે.જી.હિંડોચા, પ્રમુખ, રઘુવંશી સોશ્યલ ગ્રુપ, દ્વારકા, રસીકભાઈ દાવડા, પ્રમુખ, લોહાણા મહાજન, દ્વારકા, અરવિંદભાઈ બારાઈ, હિરેન ઝાખરીયા, રવિ બારાઈ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ.

કેમ્પને સફળ બનાવવા અશ્ર્વિનભાઈ ગોકાણી, સુરેશભાઈ વાયડા, પ્રવિણભાઈ મકવાણા, ટી.જે.સોમૈયા, નીતિનભાઈ ગાંધી, ત્રિકમભાઈ પરમા, મુકેશભાઈ વગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવેલ હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.