જિલ્લાના 60 હજાર લોકોને આરોગ્ય સેવા આપવાનું લક્ષ્ય 

નયારા એનર્જીએ દેવભૂમિ દ્વારકાના ગામોનાં આરોગ્ય સેવાઓને વધારી વિશ્ર્વ આરોગ્ય દિવસની ઉજવણી કરી હતી. કંપનીએ એક મોબાઇલ હેલ્થ વાનનો પ્રારંભ કર્યો છે. સમાજના 60 હજાર લોકોને આરોગ્ય સેવાના લાભ આપવાનો કંપનીનો ઇરાદો છે.

આંતરરાષ્ટ્રીય સ્તર ની ડાઉનસ્ટ્રીમ કંપની નયારા  એનર્જીએ દેવભૂમિ દ્વાર કા જિલ્લાના વાડીનાર માં સમાજ માટેની આરોગ્ય સુવિધાઓમાં વૃધ્ધિ કરી  વિશ્વ આરોગ્ય  દિવસની ઉજવણી કરી હતી, જેમાં કંપનીએ એક મોબાઈલ હેલ્થ વાનનો પ્રારંભ ર્ક્યો હતો, જે 10 ગામોના ર 0,000થી વધુ લોકોને સેવાઓ પ્રદાન કર શે.

આ ઉપરાંત કંપનીએ એલોપેથિક દવાખાનાનું નવીનીકરણ ર્ક્યું છે. આ નવી સુવિધાઓને દેવભૂમિ દ્વાર કા જિલ્લાના કલેકટર  અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. નરેન્દ્રકુમાર  મીનાએ જિલ્લા વહિવટીતંત્ર, આરોગ્ય વિભાગના અધિકારીગણ, પ્રતિષ્ઠિત મહેમાનો અને નયારા  એનર્જીના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાપર્ણ કરી  હતી. આરોગ્ય સંભાળ સેવાઓની ગંભીર તા અંગે વાત કર તા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર  અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યુ  હતું કે નયારા એનર્જીના સમાજના આરોગ્યને  ટેકો આપવાના વર્ષેાથી થઈ રહેલા પ્રયત્નો નોંધપાત્ર છે, જેનાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘણા ગામોને લાભ થયો છે.

આ વિસ્તાર  પ્રત્યેની તેમની પ્રતિબધ્ધતાની અમે પ્રશંસા કરીએ છીએ અને તેમને જાહેર  આરોગ્યને મજબૂત કરવાના પ્રયત્નો ચાલું રાખવા પ્રોત્સાહિત કરીએ છીએ. ખાસ કરીને રોગચાળા દરમિયાન સમાજને સુરક્ષિત  રાખવા અને તંદુરસ્ત બનાવવા માટે કંપનીના સહયોગનુ  અમે સ્વાગત કરીએ છીએ તેમ જણાવ્યું હતું.

નયારા  એનર્જીના ડીરકેટર  અને  રીફાઈનર રીના હેડ પ્રસાદ પાનીકરે  તેમના મંતવ્યમાં જણાવ્યુ  હતું કે નયારા એનર્જીના કોમ્યુનિટી હેલ્થ પ્રોગ્રામનો ઉદેશ્ય પ્રાથમિક આરોગ્ય સેવાઓ, રોગ નિદાન સંબંધી સેવાઓ અને ઈમરજન્સી  રીસ્પોન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર  પૂરું પાડવાનો છે.

વર્ષ ર007થી સમાજ માટે આરોગ્ય કાર્યક્રમો ચાલું રાખ્યા છે, ૧પ ગામોમાં ખુબજ જરૂરી સુલભતા અને આરોગ્ય કાળજી સેવાઓ વર્ષ દર મિયાન 60,000થી વધુ દર્દીઓ સુધી પહોંચે છે. સમાજના આરોગ્ય કાળજી તરફના અમારા  તીવ્ર પ્રયત્નોની રચના એવી છે કે તે તકનીકી રીતે અદ્યતન સેવાઓ પ્રદાન કરવામાં રોગ  નિવારક અને આરોગ્ય સંભાળ બંનેને સક્ષમ કરે છે.

 સમાજની આરોગ્ય સેવાઓની વિશેષતાઓ

10 ગામોના 2 0,000થી વધુ લોકોને અઠવાડિયામાં બે વખત મોબાઈલ વાન આરોગ્ય સંભાળની સેવાઓ પ્રદાન કરે છે. જાખર , વાડીનાર , ભરાણા અને કાઠી દેવિર યા એમ 4 ગામોના 16,000થી વધુ લોકોને દૈનિક ધોર ણે એમબીબીએસ તબીબોની સુવિધાઓ મળે છે. વાડીનાર માં એલોપેથિક દવાખાનાના નવનિર્માણથી આરોગ્ય સેવાનું માળખું સારું  બન્યું-9000થી વધુ લોકોને લાભ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.