પાલિકા ચીફ ઓફીસર અને એન્જીનીયરની ઓફીસે તાળા લાગેલા જોઇ સ્થાનીકોમાં રોષ
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ દુધરેજ સંયુક્ત નગરપાલિકા માં તાજેતરમાં જ વઢવાણ નગરપાલિકા નો પણ સમાવેશ કરી નાખવામાં આવ્યો છે અને સંયુક્ત નગરપાલિકા તરીકે સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ નગરપાલિકાના જાહેર કરવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા નગરપાલિકા નો સરળ વહીવટ બને અને વઢવાણ જોરાવરનગર વિસ્તારનો વિકાસ થાય તે હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ દુધરેજ સંયુક્ત નગરપાલિકા નો હોદ્દો આપવામાં આવ્યો છે અને વઢવાણ નગરપાલિકા ને પણ સુરેન્દ્રનગર નગરપાલિકા સાથે મર્જ કરવામાં આવી છે.
ત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ દુધરેજ સંયુક્ત નગરપાલિકા માં વહીવટી શાસન ચાલી રહ્યું છે અને પ્રશાસન વિભાગ દ્વારા નવી નગરપાલિકાની ચૂંટણી ન થાય ત્યાં સુધી વહીવટી શાસન લગાવી દેવામાં આવ્યું છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાની ચાર ગામોની જનતાને કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય અથવા સમસ્યા હોય તો તે નગરપાલિકામાં અધિકારીઓને રજૂઆત કરી શકે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ દુધરેજ સંયુક્ત નગરપાલિકા માં શહેરી વિસ્તારોના જોરવરનગર રતનપર વઢવાણ ની જનતા ને લાઇટ પાણી ભૂગર્ભ ગટર અથવા પ્રાથમિક સેવાઓ બાબતે જો કોઈ પ્રશ્ન હોય તો તે નગરપાલિકામાં અધિકારીઓને રજૂઆત કરી શકે છે.
ત્યારે ગઇકાલે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના લોકો સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા માં પ્રાથમિક સુવિધાના મામલે રજૂઆત કરવા આવ્યા તે સમયે સુરેન્દ્રનગર નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યા ની ઓફિસને અને એન્જિનિયર હેરમા ભાઈ ની ઓફિસે પણ તાળા લાગેલા જોઈને સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી હતી ત્યારે આ બાબતે તાત્કાલિક તોરણે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસના કાર્યકરો ત્યાં પહોંચી અને આ બંધ ઓફિસોના વિડીયો હાલમાં સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરવામાં આવ્યા છે.
ત્યારે અવાર નવાર રજૂઆત કરવા આવતા લોકોને અનેક વખત પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે નગરપાલિકા ખાતે ધકકા ખાવા પડી રહ્યા છે ત્યારે ચાર ગામોના લોકોને હાલમાં સમયસર અધિકારીઓ નગરપાલિકામાં ઉપસ્થિત ન રહેતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.