સૌરાષ્ટ્રના જુદા-જુદા પંથકમાં આંબાની ખેતી ઓર્ગેનિક ખેતી થઈ રહી છે. રાસાયિણ ખાતર મુક્ત ખેતી કરી ઘણા ખેડૂતો ખેતીક્ષેત્રે સફળ થયા છે. કોડીનાર તાલુકાના દુદાણા ગામે એક ખેડૂત તેમના ખેતરની ૧૨ વીધા જમીનમાં આંબાની આોર્ગેનિક ખેતી કરી ઉત્પાદન મેળવી રહ્યો છે. દુદાણા ગામે ખેતી ધરાવતા અજદીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, તેમના ખેતરની ૧૨ વીધા જમીનમાં ૨૮૦ આંબા આવેલા છે. દેશી ખાતર, અળશીયાનું ખાતર અને ઘનજીવામૃતનો આંબામાં ખાતર તરીકે ઉપયોગ કરે છે. ખેતરમાં ૨૦૦૨થી આંબાની કેસર કલમોની રોપણી કરી હતી ત્યારથી લઈ આજદીન સુધી કોઈપણ પ્રકારનું જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. કેશર, રાજાપુરી, તોતાપુરી, આમ્રપાલી સહિત ઘણા પ્રકારની કેરીની જાતનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. તેઓને ઓર્ગેનિક ખેતી માટે ગુજરાત ઓર્ગેનિક પ્રોડકટસ સર્ટિફીકેશન એજન્સીનું સર્ટીફીકેટ મળેલ છે. ૧૦૦ ટકા ઓર્ગેનિક કેસર કેરી આમ્રકૂંજ ફાર્મ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.