તાત્કાલીક વળતર ચૂકવવા મુખ્યમંત્રીને યાર્ડ ચેરમેન રસીક ભંડેરીની રજૂઆત
ધ્રોલ તાલુકામાં કમોસમી વરસાદ પડવાથી ખેડુતોને મોટાપાયે મગફળી, કપાસ અને કઠોળના પાકને નુકશાન થયેલ છે. ધ્રોલ તાલુકામાં સરેરાશ એક કલાકમાં ૪ ઈંચ જેટલો વરસાદ પડેલ છે. જેના લીધે ખેડુતોને કાઢેલ મગફળીના પાથરા તેમજ કપાસ અને કઠોળના ઉભા પાકને પારાવારનું નુકશાન થયેલ છે. અને આ નુકશાનથી ખેડુતો ઉભા થઈ શકે તેમ નથી અને ખેડુતોના મોંમા આવેલ કોળીયો ઝુંટવાઈ ગયેલ છે.
મુખ્યમંત્રી કિશાન સહાય યોજના હેઠળ આ નુકશાનીનું તાત્કાલીક સર્વે કરાવી સરકાર દ્વારા ખેડુતોને મદદપ થવા માયે બનાવેલ યોજનાનો લાભ તાત્કાલીક ધ્રોલ તાલુકાના ખેડુતોને મળે તેવી મારી માંગણી છે. તો આ અંગે માર્કેટીંગ યાર્ડ દ્વારા મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રીને ધ્રોલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન રસીક ભંડેરી દ્વારા રજૂઆત કરવામાંઆવી છે.