રજૂઆત સામે તંત્રના આંખ આડા કાન : કિચડના સામ્રાજયથી લોકોને ભારે હાલાકી
ધ્રોલમાં થોડો વરસાદ પડે તો પણ એસ.ટી. બસ સ્ટેશન રોડ પર કાદવ-કિચડનું સામ્રાજય થઇ જાય છે. જેના લીધે રાહદારીઓને બસ સ્ટેશન સુધી પહોચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
એસ.ટી. બસ સ્ટેન્ડ રોડ માંડ ર૦૦ મીટરનો છે છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. જેથી લોકોને ખાસ કરીને વૃઘ્ધોને બસ સ્ટેન્ડ સુધી પહોચવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. અને કયારેક દોડાદોડીના કારણે લોકોને પડી જવાથી ઇજા પણ પહોંચે છે. અને બસ પણ ચૂકાઇ જાય છે.
આ અંગે રોડ પરના વેપારીઓએ તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં રજુઆત માત્ર કાગળ પર જ રહી જાય છે અને તંત્ર રીઢા ગુનેગારની માફક આંખ આડા કાન કરી દે છે. માત્ર ર૦૦ મીટરના આ રોડ પર કયારે ડામ પથરાશે? અને આમને આમ કયાં સુધી ચાલશે? વગેરે અનેક સવાલો મુસાફરો અને વેપારીઓમાં ઉઠયા છે.