પાટીદાર મહિલા પ્રમુખ તથા ક્ષત્રીય મહિલાની ઉપપ્રમુખ પદે વરણીશની વાઘેલા                         

સુરેન્દ્રનગર જિલ્લામાં ૪ ધારાસભ્ય કોંગ્રેસના છે પરંતુ મોટાભાગની નગરપાલીકા ભાજપ શાસીત થઈ ગઈ છે. હાલમાં જ નગરપાલીકામાં અઢી વર્ષનાં શાસન બાદ લીમડી, વઢવાણ તથા ધ્રાંગધ્રા નગરપાલીકામાં પ્રમુખની ચૂંટણી થઈ હતી જેમાં લીંમડી અને ધ્રાંગધ્રા નગરપાલીકામાં પ્રમુખ તરીકે ભાજપના જ સદસ્યો હતા અને ભાજપ ચૂંટણી બાદ પોતાની સત્તા જાળવવા બખુબી સફળ રહ્યા પરંતુ વઢવાણ નગરપાલીકામાં ભાજપે કોંગ્રેસ પાસેથી પણ સત્તા આંચકી લીધી છે.IMG 20180619 WA0011 3

જિલ્લાના દરેક તાલુકામાં ચાલતા વિધાનસભાની ચૂંટણી બાદથી કોંગ્રેસ પક્ષના કાર્યક્રો તથા આગેવાનોમાં આંતરીક જુથવાદ કોંગ્રેસ પક્ષને સત્તા વિહોણા બનાવવા માટે મોખરે રહે છે. તેવામાં હાલ જિલ્લા પંચાયત અને ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી પણ થવા જઈ રહી છે. જયારે કોંગ્રેસ પાસે રહેલી જિલ્લા પંચાયતની સીટ બચાવવા તમામ ૧૮ સભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે. પરંતુ અગાઉ ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની સીટ બચાવવા ભાજપે પોતાની જાળ ગોઠવી દીધી હતી જેમાં કેટલાક તાલુકા પંચાયતના સભ્યો આ જાળમાં ફસાયા હતા આજે ધ્રાંગધ્રા તાલુકા પંચાયતમા પ્રમુખની ચૂંટણી હોય અને અગાઉ જ પંચાયતમાં બિનહરીફ પ્રમુખ તરીકે ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામના રેખાબેન ધીરૂભાઈ પટેલ તથા ઉપપ્રમુખ તરીકે ચતુરબેન જયેન્દ્રસિંહ ઝાલાની વરણી થઈ હતી.

અગાઉ ભાજપે પંચાયતની સત્તા કોંગ્રેસ પાસેથી આંચકી લેવા પાંચથી સાત સભ્યોને પોતાની તરફ આકર્ષ્યા હતા. પરંતુ મહામહેનત બાદ કોંગ્રેસ પોતાની સત્તા બચાવવામાં કામયાબ થયા હતા જયારે તાલુકા પંચાયતમાં અઢી વર્ષ માટે મહિલા અનામત હતી. પરંતુ હવેના અઢી વર્ષ માટે સામાન્ય મહિલાની સીટ હોવાથી કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભામાં ઠાકોર સમાજને ટીકીટ આપવાના લીધે બેલેન્સ કરવાથી પાટીદાર મહિલાને તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે કોંગ્રેસ તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ બિન હરીફ તરીકે ચૂંટાતા હવે કોંગ્રેસના આગેવાનોએ રાહતનો શ્ર્વાસ લીધો છે,.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.