રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકા ના નાની વાવડી ગામ માં એક થી દોઢ કલાક માં ૬ થી ૭ ઇંચ અનરાધાર વરસાદ વરસ્યો  તેના કારણે મગફળી ના પાક માં અને કપાસ ના પાક માં પાણી ભરાઈ ગયેલા છે અને એ પાણી ભરાઈ ગયેલા હોવાથી કપાસ તેમજ મગફળી ના મુળતંતુ ને જે નુકશાન કરે છે ને પાણી ભરાવાથી મુલકોશો સુકાઈ જાય અને ૫ દિવસ પછી કપાસ નિષ્ફળ જાય એવી સંભાવના છે ઉપરાંત પારા ધોવાઈ ગયેલા છે તેમાં માટી તેમજ મેટલ્સ નાખવાની ખેડૂત ને એક વિઘે   ૧૫૦૦૦ નો ખર્ચો થશે. આ માટે તેઓ ગુજરાત સરકાર પાસે એવી અપેક્ષા રાખે છે કે ખેડુ ને થોડી સહાઈ કરે. ઉપરાંત તેઓ ને આ પાક મુદ્દે લાખો રૂપિયા ની નુકશાની થયેલ છે. ઉપરાંત તેઓ એ આ વાવણી ઉછી ઉધારિ કરી ને આ પાક ની વાવણી કરેલ છે તેમજ આ ગામ ના કેનાલ નું પાણી જે છોડવામાં આવે છે એ જમીન નું ધોવાણ કરે છે ને પાક ને નુકશાન કરે છે આનો નિકાલ તાત્કાલિક ધોરણે કરે તેવી સરકાર પાસે તેઓ ની માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.