ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો હોય ત્યારે તંત્ર દ્વારા ફ્રી મોનસુન કામગીરીની પોલ છતી થઈ ધોરાજી માં ઠેર ઠેર પાણી ભરાયા જોવાં મળે છે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય ત્યારે ધોરાજી માં રહેતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો અને ના મકાન દુકાનો માં વરસાદી પાણી ભરાતાં લોકો માં રોષ ભભૂકી ઊઠ્યો હતો જેથી લોકો ને પડતી હાલાકી થી ત્રસ્ત થઈને ધોરાજીનાં મેઈન બજારમાં આવેલ ચકલાં ચોક વિસ્તારમાં વરસાદી પાણી અને કાદવ કીચડ નું સામ્રાજ્ય ખડકાયેલુ ત્યારે ત્યા સ્થાનિક વેપારીઓ દ્વારા મુખ્ય ચોક બ્લોક કરી દીધો હતો જેથી ટ્રાફીક સમસ્યા થોડાં સમય પુરતી વધી ગઈ હતી અને ત્યાર બાદ જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ પહોંચી અને યોગ્ય બાહેધરી આપ્યા બાદ રસ્તો ખોલ્યો હતો અને આમ મામલો થાળે પડ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.