ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીના જન્મસ્થળ એવા ધોરાજી શહેરમાં રાજાશાહી યુગની એટલે કે મહારાજા સર ભગવતસિંહજીના સાશનકાળવેળાની શાકમાર્કેટ તોડીને ધોરાજી નગરપાલિકાએ શાકમાર્કેટનું નવીનીકરણ હાથ ધર્યું હતું.અંદાજે રૂપિયા બે કરોડના ખર્ચે નિર્માણ પામેલ શાકમાર્કેટના થડાઓ આજે પણ વેપારીઓને નગરપાલિકા દ્વારા સોપવામાં આવતાં ન હોવાથી નવનિર્માણ પામેલ શાકમાર્કેટ શોભાના ગાઠીયા સમાન બનવા પામી છે.શાકભાજીના વેપારીઓને ત્રણ દરવાજા પાસે ફાળવેલ રસ્તા પરની વૈકલ્પિક જગ્યાને લઈને શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉદભવી છે.તો બીજી તરફ નવનિર્માણ પામેલ શાકમાર્કેટ  વેપારીઓના થડાઓ વેપારીઓ અને ખેડૂતોને સોપવામાં ન આવતા ચાર ચાર વર્ષથી બનેલ શાકમાર્કેટમાં નાખવામાં આવેલ પતરાઓ તૂટી જવાની સાથે ભંડકીયાની હાલત ખરાબ થઈ જવાં પામી છે.તેમજ ગંદકીના ગંજો ખડકાવવાની સાથે નવીનીકરણ પામેલ શાકમાર્કેટ આવારા તત્વોનો અડો બને તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે.છતાં પણ કહેવાય છે કે રાંડી રાડનું ખેતર અને બાવા રખોલીયાની માફક શાકમાર્કેટના વેપારીઓને પોતાના ધંધા રોજગાર માટે શાકમાર્કેટના થડાઓની  ફાળવણી કરવામાં આવે તે અંગેની રજુઆત પાલિકા તંત્રના બહેરા કાને અથડાઈ રહી છે.જેમને કારણે શાકભાજીના વેપારીઓના પ્રશ્ર્નોને નિર્માણ ન્યુઝ અને ગુજરાત ન્યુઝના પત્રકારો પહોંચ્યા ત્યારે શાકભાજીનું વહેંચાણ કરતાં વેપારીઓએ પોતાના ત્રાજવાના છાબડા,ટોપલીઓ,તગારા સહિતની વસ્તુઓ કેમેરા સામે વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.જ્યારે સરકારશ્રીના આદેશ મુજબ નાના ખેડૂતો પોતાના ખેત ઉત્પાદન માલનો શાકમાર્કેટમાં વેપાર કરી શકે છે.તેમ છતાં ખેડૂતો અને વેપારીઓને ચાર ચાર વર્ષથી નિર્માણ પામેલ શાકમાર્કેટના થડાઓ ધોરાજી નગરપાલિકા દ્વારા  ફાળવવામાં આવતાં ન હોવાથી શહેરીજનો,વેપારીઓ અને ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ જવાં પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.