રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક અંતરીપ સૂદની સુચના મૂજબ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આયાત થતો દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપેલ.
જે સુચના તથા માર્ગદર્શન હેઠળ ધોરાજી પો. સ્ટે.ના સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન જે. વી. વાઢિયા સા. ને મળેલ ચોકકસ હકીકત આધારે જુનાગઢ ધોરાજી હાઇ વે રોડ તોરણિયા પાટીયા પાસેથી એક નંબર વગરનું મો.સા. સાથે દુધના કેનમાં છુપાવેલ દેશી દારૂ લી. ૧૪૦ કિ.રૂ. ૨૮૦૦/- તથા મોબાઈલ નં.૨ કિ.રૂ. ૧૦૦૦/-તથા મો.સા. કિ.રૂ. ૨૦,૦૦૦/- મળી કુલ રૂ. ૨૩,૮૦૦/- ના મુદામાલ સાથે કાયદાનાી સંઘર્ષ મા આવેલ કિશોર ભરત માંડાભાઇ મોરી રહે. જુનાગઢ વાળાને પકડી પાડી પ્રોહી એકટ હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com