ધોરાજી નાં લાટી પ્લોટ અને પોલીસ સ્ટેશન નજીક વરસાદી પાણી ભરાયા હોય અને કાદવ કીચડ નું સામ્રાજ્ય ખડકાયેલુ હોય જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય આજરોજ નગરપાલિકા હાય નગરપાલિકા હાય નાં નારા લગાડીને રોષ વ્યકત કર્યો.
ધોરાજી નાં પોલીસ સ્ટેશન નજીક અને તેની બાજુમાં આવેલ લાટી પ્લોટ વિસ્તાર આવેલ છે ત્યા ઘણાં વેપારીઓ પોતાના ધંધા રોજગાર ઉદ્યોગ ચલાવી રહ્યા છે પણ નગરપાલિકા તંત્ર ની અણઆવડત ને કારણે વેપારીઓ ને ભારે તકલીફ પડી રહી છે આજ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા જોવાં મળે છે અને કાદવ કીચડ નું સામ્રાજ્ય ખડકાયેલુ જોવાં મળે તંત્ર ને અનેક વખત રજુઆત કરવા છતાં આનું નિરાકરણ આવતું નથી જેથી આજરોજ સ્થાનિક વેપારી દ્વારા હલાબોલ કર્યો હતો નગરપાલિકા હાય નાં નારા લગાડીને રોષ વ્યકત કર્યો હતો વેપારી ઓના જણાવ્યા અનુસાર તંત્ર ને અનેક વખત રજુઆત કરી પણ પરીણામ ઝીરો આવ્યુ હાલ કોરોના મહામારી ચાલી રહી છે અને બીજી બાજુ ચિકન ગુનીયા મલેરિયા જેવી બીમારી ઓ ધોરાજી પંથકમાં વધી રહીં છે ત્યારે વેપારીઓ પોતાના આરોગ્ય સાથે ની ચિંતા સતાવી રહી છે જેથી આજુબાજુ ના વેપારીઓ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો વિરોધ પ્રદર્શન કર્યો હતો.