ધોરાજીના ભુખી ચોકડી પાસે આવેલ કાનજીભાઈ શંભુભાઈ ઠુંમર નામના ખેડુતની જમીન આવેલ છે. જે જામકંડોરણાના જુના માર્ગ આવેલ વાડીમાં આશરે ૧૦ વિઘામાં ઘઉંનો પાક ઉભો હતો અને આજે સાંજના ૫ વાગ્યાની આસપાસ ખેતરની ઉપર પસાર થતી એલ.ટી. લાઈનમાં ભારે પવનના કારણે તારમાં સ્પાર્ક થતા ઘઉંના ઉભા મોલમાં એકાએક આગ ફાટી નીકળતા થોડીવારમાં ભારે પવનના કારણે આગ વિકરાળ હતી અને આજુબાજુના ખેડુતો ભેગા થયા પણ આગ કાબુમાં ન આવી અને થોડીવારમાં ઘઉંનો ઉભો પાક સળગી ગયો.
આ બનાવની જાણ થતા જીઈબીના નાયબ એન્જીનીયર જે.એલ.અમૃતિયા, ઈજનેર એમ.જે.સોલંકી તેમજ સ્ટાફ સાથે આવી એલટી લાઈન બંધ કરેલ. આ આગમાં ઘઉં સળગી ગયા હતા. આ તકે ખેડુતે રૂ.૨ લાખ કરતા વધારે નુકસાન થયા અંગે જણાવેલ અને ખેડુતને થયેલ નુકસાન ચુકવવા ખેડુત સંઘે માંગણી કરેલ હતી.