કલેકટરની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં લેવાયા નિર્ણય

ચા, પાન-માવા સહિતની દુકાનો ૧ વાગ્યા સુધી જ ચાલુ રહેશે

ધોરાજી શહેરમાં કોરોના વાયરસ સબંધે વધી રહેલા કેસોની સંખ્યા ધ્યાને લેતા સંક્રમણનું પ્રમાણ ઓછુ થાય તે સંદર્ભે પ્રાંત અધિકારી, ધોરાજીના અધ્યક્ષ સ્થાને પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વેપારી આગેવાનો સાથે રાખવામાં આવેલ મીટીંગમાં કલેકટર રેમ્યા મોહન દ્વારા જાહેરનામા અન્વયે થયેલ ચર્ચા મુજબ ધોરાજી શહેરમાં આજથી તા. ૧૪ જુલાઇ સુધી વેપાર ધંધા માટે કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા જેમાં મેડીકલ સ્ટોર તેમજ આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા દુકાનો સવારના ૮થી રાત્રીના ૮ કલાક સુધી, દુધની ડેરીઓ તેમજ દુધનું વેંચાણ કરતી દુકાનો સવારના ૬થી બપોરના ૧ વાગ્યા સુધી તથા સાંજના ૬થી ૮ કલાક સુધી તેમજ પાન માવા, ચા (ટી-સ્ટોરની દુકાનો, લારીઓ, હોટલ, રેસ્ટોરન્ટ, ખાણી-પીણીની લારીઓ, તેમજ અન્ય તમામ વ્યવસાય ધરાવતી દુકાનો, લારીઓ, તેમજ શાકભાજીની લારીઓ સવારના ૮થી બપોરના ૧ કલાક સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જાહેરનામા મુજબ પાન-માવા, ચા (ટી સ્ટોર)ની દુકાનો, લારીઓ તથા નાસ્તાની લારીઓથી ગ્રાહકોએ ફકત લઇને જતા રહેવા માટે માટે સોશ્યિલ ડીસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. ડેપ્યુટી કલેકટર વેપારીઓ સાથેે ચર્ચા કર્યા બાદ નિયમ જાહેર કર્યો છે તે તમામ ધોરાજીના લોકોએ ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.