જનતાબાગ થોડાસમય પછી આમ લોકો માટે ખૂલ્લો મૂકાશે: અરવિંદભાઈ
ધોરાજીનો જનતાબાગ પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજીએ નિર્માણ કર્યો હતો અને લોકોને જનતાબાગમાં બે ઘડી વિસામો ખાય અને બાળકો પણ મનોરંજન માણી શકે તેવા હેતુથી બગીચો બનાવ્યો હતો. અને કાળેક્રમે બગીચો સુકાય ગયો હતો અને આ જનતા બાગને ફરી બેસ્ટ બાગ બને અને લોકોને પહેલા કરતા સારી સુવિધા વાળો જનતાબાગ બને તેવા હેતુથી ધોરાજીના જનતાબાગને નવારૂપરંગ અપાય રહ્યા છે. અને આ કામગીરી મીત્રો દ્વારા સ્વખર્ચે થઈરહી છે.
અને જેમાં નવા ફુલો નવા વૃક્ષો અને બાળકો માટેના રમત ગમતના સાધનો સહિતની સુવિધા સેવાભાવી યુવાનો દ્વારા કરવામાં આવે છે. અને આ કામગીરીનું નિરક્ષણ કરવા ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ કામગીરીને બીરદાવી હતી અને પૂર જોશમાં કામ ચાલી રહેલ છે.
આ તકે લલીતભાઈ વસોયા અરવિંદભાઈ વોરા, ડી.એલ. ભાષા, દલસુખભાઈ ટોપીયા સહિતનાઓએ જનતાબાગની રૂબરૂ મુલાકાત લઈ સુચનો કર્યા હતા.