પરિવારજનોને મીઠાઇની જગ્યાએ ટમેટા અપાયા

કહેવાય છે કે બજારમાં એક વખત દરેક નો સમય આવે જ છે માટે અત્યારે ટમેટાને લગતા ઘણા બધા રમુજી ટુચકાઓ ફરી રહ્યા છે ત્યારે શાક માર્કેટમાં ટમેટાના ભાવ આસમાને જ હતા ગૃહિણીઓના રોજિંદા બજેટ ખોરવાઈ ગયા હતા.

આ બધી રમતો વચ્ચે ધોરાજીની અંદર જન્મદિવસની ઉજવણીમાં કેક ની જગ્યાએ ટમેટા કાપીને બાળકી એ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો તેમ જ મિત્ર મંડળ આડોશી પાડોશી તેમજ સગા વહાલાઓએ મોંઘાદાટ ટામેટાઓની ભેટ આપી જન્મદિવસની શુભકામના પાઠવેલી હતી તેમજ વધુ શુભેચ્છા આપતા એ પણ જણાવ્યું હતું કે શિયાળામાં જે ટમેટા 10 રૂપિયાના પાંચ કિલો લેખે વેચાતા હતા એ જ ટમેટા આજે બજારમાં 150 થી 200 રૂપિયા કિલો વેચાય ધૂમ મચાવી રહ્યા છે

મોંઘવારીની મા જાય તો ગૃહિણીઓના બુમરાણ મચાવી દીધા છે રાજકોટ જીલ્લા ના ધોરાજી મા ટમેટા ના ભાવ મા તોતીંગ વધારો લઈ ને સામાન્ય પરીવાર મધ્યમ પરીવાર જનો વધૂ એક મોંઘવારી નો માર સહન કરવાનો વારો આવેલ ધોરાજી મા ટમેટા નો ભાવ 150 થી 200 રૂપીયા  એક કિલો નો ભાવ શાકભાજી વેપારીઓ એવુ જણાવેલ છે કે વધુ પડતા વરસાદ ને કારણે ટમેટા ના પાક મા નુકસાન ગયેલ હોય અને તેને લીધે આવક ઓછી છે તેથી ભાવ મા વધારો આવ્યો છે

ટામેટા ના ભાવ નો માર લોકો ન સહન કરતા લોકો એ ટમેટા નો અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કરેલ લોકો પોતાના પરિવાર જનો નો કેક કાપી ને જન્મદિવસ ઉજવતા હોય છે પણ કેક ની જગ્યાએ ટમેટા કાપી ને જન્મદિવસ ઉજવાશે અને મીઠાઈ ની જગ્યાએ ટમેટા આપી અનોખી રીતે લોકોએ રોષ વ્યક્ત કરેલ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.