દિવાળી તહેવારો અને ધનતેરસ પર્વ નિમિતે પેલેસ રોડ ખાતે ખરીદીની ધૂમ
જહા ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા વો ભારત દેશ હે મેરા ધનતેરસ ના પાવન પર્વ પર અખંડ ભારતને સોનાની મુરત રૂપે યાદ કરવી અત્યંત જરૂરી છે રાજકોટ શહેરની ભાગોળે આવેલા પેલેસ રોડ ખાતે લોકોની ભીડ જોવા મળી રહી છે ધનતેરસ ના લોકો ઘર માટે કંઈક નાની મોટી ખરીદી અને પૂજા કરતા હોય છે આ વખતે લોકોએ આ પર્વ ને ખુબ જ પ્રેમ સાથે વધાવ્યો છે છેલ્લા છ મહિનાથી ચાલતી કોવિડ જેવી મહામારીને પણ ભૂલી લોકો ભય મુક્ત થઇ સોની ની દુકાનો અને જ્વેલરી શો રૂમ ખાતે ખરીદી કરવા ઉમટી પડ્યા છે તેમજ સોનાના જ્વેલરી શોપના વેપારીઓ દ્વારા ગ્રાહકો માટે પણ સાવચેતીની તકેદારીઓ ની ગોઠવણી કરી છે. રાધિકા જ્વેલર્સ ના મુકેશભાઈ એ અબતક સાથે ની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસથી બજારમાં ગ્રાહકી જોવા મળી રહી છે ત્યારે આજે ધનતેરસ નિમિત્તે ખૂબ સારી ગ્રાહકી છે તેમજ રાધિકા જ્વેલર્સ પણ તેમનામાં માનવતા ગ્રાહકો માટે અધ્યતન રેન્જમાં વેરાયટીઓ સાથે પોતાની તૈયારીઓ કરી ગ્રાહકોને તેમની મનપસંદ સોનાની આઈટમો સાથે તૈયાર છે અમે અમારા માનવંતા ગ્રાહકો માટે ખાસ ઓફર રાખી છે જેમાં અમુક રેન્જ સુધી ૫૦% ડિસ્કાઉન્ટ સુધી ની ઓફરો પ્રાપ્ત થઇ શકે છે તેમજ ધનતેરસના આ પર્વને લોકોના પ્રેમ ને અમે આવકારી સૌને ધનતેરસની શુભકામનાઓ પાઠવી છે. પોપ્યુલર સિલ્વરના નીતિનભાઈએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે લોકોને સિલ્વર પ્રત્યે ખુબજ લગાવ આકર્ષણ હોય છે અમે સિલ્વરમાં એન્ટિક આઈટમ લઈ આવ્યાછી લોકો ધનતેરસ નિમિત્તે અહીં આવી અને ખૂબ સારી ખરીદી કરી રહ્યા છે આ સાથે પોપ્યુલર સિલ્વરના માનવંતા ગ્રાહકોને પોપ્યુલર દ્વારા ધનતેરસની અમે શુભકામનાઓ પાઠવી રહ્યા છીએ સિલ્વર માં સંપૂણ સૌરાષ્ટ્રમાં કોઈ પાસે ના પ્રાપ્ત થાય તેવી એન્ટિક આઇટમ્સ અમે ગ્રાહકો સુધી પોહચાડી રહ્યા છીએ.