માંગરોળમાં ધુમ પ્રમાણમાં ડુપ્લીકેટ ઘીનું ઉત્પાદન અને વેંચાણ થતું હોવાની ઉઠેલી ફરીયાદો વચ્ચે આજે પોલીસે અખાધ્ય એવો ૮૮ કિ.ગ્રા. શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડયો હતો.
તાલુકાના અમુક ચોકકસ ગામડાઓમાં ભેળસેળીયુ દુધ અને ઘી બનાવવાની મીની ફેકટરીઓ ધમધમતી હોવાનું ખુલ્લેઆમ ચચાઁય રહ્યું છે. ત્યારે આજે અત્રેના ઘી ખાણીયા વિસ્તારમાં શકીલ અહેમદ અબ્દુલકાદરના મકાનમાં ગેરકાયદે અખાધ્ય ઘીનો જથ્થો રાખી એક મહીલા તેનું વેચાણ થતું હોવાની પી.એસ.આઈ. વી.કે. ઉંજીયાને બાતમી મળી હતી.
જેના આધારે એ.એસ.આઈ મકવાણા, સુરેશભાઈ દાફડા, પ્રતાપસિંહ સિસોદીયા સહિતના સ્ટાફે દરોડો.પાડયો હતો. જયાં ખુલ્લા ટીનના બોઘરડામાં ઘી જેવું શંકાસ્પદ પીળું પ્રવાહી જોવા મળ્યું હતુ. અખાધ્ય ઘીના જથ્થા અંગે પુછતા વાલીબેન રામાભાઈ પીઠીયા સંતોષકારક જવાબ આપી શકયા ન હતા.પોલીસે સ્થળ ઉપરથી ઘી ભરેલા ૨૨ અને ૧૭ જેટલા ખાલી બોઘરડા, ગેસનો બાટલો, ચુલો, ખાલી ડબ્બા, ઈલે. વજનકાંટો સહિત ૧૪,૫૪૦/-નો મુદામાલ કબ્જે કરી વાલીબેનની અટક કરી હતી. કબ્જે કરાયેલો ઘીનો જથ્થો ફુડ એન્ડ ડ્રગ્ઝ વિભાગને મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com