ધરખમ ફેરફાર સાથેના પોલીસ મેન્યુઅલને આખરી ઓપ: એક હજાર પેઇજ સાથેના સુધારેલા કાયદાનો અમલ કરાવવા ગૃહ વિભાગને મોકલાયો
રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાની મુદત ટૂંક સમયમાં જ મુદત પુરી થતા તેઓ નિવૃત થઇ રહ્યા છે ત્યારે રાજયના નવા પોલીસ વડા માટે ચાર સિનિયર આઇપીએસ અધિકારીના નામની યાદી તૈયાર કરવામાં આવી છે. બીજી તરફ પોલીસ મેન્યુઅલમાં ફેરફાર સાથે કાયદામાં કરાયેલા સુધારા સાથેનો રિપોર્ટ પણ ગૃહ વિભાગને મોકલવામાં આવ્યો છે.
પોલીસ ડીપાર્ટમેન્ટમાં ડીસીપ્લીન મહત્વન ઘણું છે. જેના પર જ કાયદો અને વ્યવસ્થા ટકેલા છે. ઉચ્ચ અધિકારી દ્વારા અપાતી સુચનાને હુકમ માનવામાં આવે છે. સહિત અનેક મુદાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે પોલીસ દ્વારા કાયદાનું પાલન કરવામાં સરળતા રહે છે. પોલીસ મેન્યુઅલ અંગ્રેજીમાં અસ્તીત્વમાં હતુ તેનું ગુજરાતી ભાષાંતર કરી તેમાં ઘણા સુધારા વધારા કરવા જરૂરી હોવાથી સિનિયર આઇપીએસની પેનલ બનાવી હતી. સિનિયર આઇપીએસ અધિકારી દ્વારા પોલીસ મેન્યુઅલમાં કરેલા સુધારા તેમજ જુના અને નકામા કાયદાઓ રદ કરવા સહિત કરેલા ધરમુળથી ફેરફાર સાથેનો ૧૦૦૦ પેઇજનો ડ્રાફ તૈયાર કરી ગૃહ વિભાગને મોકવામાં આવ્યો છે.
રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા આગામી તા.૩૧ જુલાઇના રોજ નિવૃત થવાના છે. ત્યારે તેના સ્થાને નવા ડીજીપી કોણ તે અંગે પોલીસ બેડામાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. ત્યારે નવા ડીજીપી માટે ચાર નામની યાદી કેન્દ્રીય મંત્રી મંડળની નિમણુંક સમિતિ દ્વારા કરવામાં આવી છે. આ સમિતિના વડા એટલે કે વડા પ્રધાન આ પદ પર છે. એટલે રાજયના પોલીસ વડાનો આખરી નિર્ણય પણ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જ કરવામાં આવનાર છે.