ત્રણ સભ્યોની ટીમ કોંગ્રેસના વરિષ્ઠ નેતાના ઘરે પહોંચી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નવી દિલ્હી સ્થિત નિવાસ સ્થાને પહોંચી હતી અને સાંડેસરા બંધુઓ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરી હતી. ઈડીના ત્રણ સભ્યોની ટીમ અહેમદ પટેલના મધ્ય દિલ્હીના નિવાસ સ્થાન 23, મધર ટેરેસા ક્રિસેન્ટ ખાતે પહોંચી હતી. અને તેઓએ મની લોન્ડરિંગ કાયદા હેઠળ કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું નિવેદન નોંધ્યું હતું.
અગાઉ ઈડીએ બે વખત અહેમદ પટેલને સમન્સ પાઠવ્યું હતું પરંતુ ગજુરાતના રાજ્યસભાના સાંસદ પટેલે કોરોના મહામારીનું કારણ આપી સરકારની ગાઈડલાઈન મુજબ સીનિયર સીટિઝનને બહાર નહીં નિકળવાનું કારણ આપ્યું હતું. ઈડીએ તેમની આ રજૂઆતને માન્ય રાખી હતી અને તપાસ ટીમને તેમના ઘરે મોકલી આપવા જણાવ્યું હતું.
ગુજરાતની સ્ટર્લિંગ બાયોટેક કંપનીના માલિકો સાંડસેરા બંધુઓ ચેતન અને નીતિન તેમજ અન્યો દ્વારા બેન્ક લોનમાં આચરેલા મની લોન્ડરિંગ કૌભાંડના કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પૂછપરછ કરવામાં આવી રહી છે.