• નકલી ડીએચએલ અધિકારી અને પોલીસ અધિકારી બનીને આચરી છેતરપિંડી

ડિજીટલ એરેસ્ટ અને સાઇબર ફ્રોડ જેવા શબ્દોથી હવે આપણે પરિચિત છીએ. આ ગુનાઓનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યુ છે. આજના વિશ્વમાં, દરેક જગ્યાએ અઈંના વિકાસ અને પ્રભાવ વચ્ચે, ડિજિટલ એરેસ્ટ એક મોટા પડકાર તરીકે ઉભરી આવી છે. ખુદ પીએમ મોદીએ પણ ગયા મહિને મન કી બાત કાર્યક્રમમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને તેનાથી બચવા માટે મંત્રો આપ્યા હતા. ત્યારે દિલ્હી-એનસીઆરમાં 48 વર્ષની મહિલાને બિઝનેસમેનને ’ડિજિટલ અરેસ્ટ’નો શિકાર બનાવીને 5 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. ડીએચએલ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ તરીકેની ઓળખ આપીને છેતરપિંડી કરનારાઓએ મહિલાને બનાવટી કેસમાં ફસાવી અને તેને તમામ પૈસા ટ્રાન્સફર કરવા માટે કરાવ્યા.

દિલ્હી-એનસીઆરમાં રહેતી 48 વર્ષની મહિલાને એક ફોન આવ્યો. જેમાં જણાવ્યુ કે આગામી 5 દિવસ સુધી તેની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવશે. તે હવે અમારા રડાર પર છે. અને મહિલા પાસેથી 5 દિવસ સુધી 5 કરોડની માંગણી કરવામાં આવી હતી.

બીજા છેડે કોલ કરનાર વ્યક્તિ અસ્ખલિત અંગ્રેજી બોલતી હતી અને તેણે પોતાની ઓળખ ડીએચએલ કર્મચારી તરીકે આપી હતી. વ્યક્તિએ જણાવ્યું કે મુંબઈથી બેઈજિંગ મોકલવામાં આવતા પેકેજને બોમ્બે કસ્ટમ ઓફિસે અટકાવ્યું હતું, તેમાં એમડીએમએ હતું. મહિલાએ આ વિશે જાણ ન હોવા અંગે વાત કરી. જે અંગે નિર્દોષતા સાબિત કરવા માટે મુંબઈ કસ્ટમ ઓફિસમાં આવવું આરોપીએ જણાવ્યુ. તેમજ ધરપકડનું વોરંટ હોવા અંગે પણ જણાવ્યુ હતુ.

મહિલાએ વધુમાં કહ્યું કે મને કહેવામાં આવ્યું હતું કે હું એક ગુનાહિત ગેંગનો ભાગ છું જેણે 200 થી વધુ પરિવારોને છેતર્યા હતા. મારી નિર્દોષતા સાબિત કરવા માટે, મારે બતાવવું પડશે કે મને ગુનાની આવકમાંથી કોઈ ફાયદો થયો નથી. તેને તેના બેંક ખાતા અને રોકાણો શેર કરવા કહેવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં જ નકલી તપાસ અધિકારીઓ તરીકે દેખાતા લોકોને તેની નિર્દોષતા અંગે ખાતરી થઈ ગઈ હતી પરંતુ હવે તેઓ ઈચ્છે છે કે તે તપાસમાં સહકાર આપે અને ગેંગને પકડવામાં મદદ કરે.

સામેથી એક અવાજ આવ્યો કે તેને તપાસ શરૂ કરવા માટે તેના તમામ પૈસા આપવા કહ્યું. વિદ્યાને કહેવામાં આવ્યું હતું કે જો તે નિર્દોષ સાબિત થશે તો તેના પૈસા પરત કરવામાં આવશે. 24 કલાક કરતાં પણ ઓછા સમય પછી, 2 સપ્ટેમ્બરે, તેણે તેના મ્યુચ્યુઅલ ફંડ રોકાણો વેચવાનું શરૂ કર્યું. 4 અને 5 સપ્ટેમ્બરના રોજ, વિદ્યાએ હરિયાણાના ઝજ્જરમાં એક ખાતામાં રૂ. 5 કરોડથી વધુ ટ્રાન્સફર કર્યા હતા, જેમાં માંડ રૂ. 1,500નું બેલેન્સ હતું. ત્યારબાદ 5 સપ્ટેમ્બરના રોજ આવેલ ફોનમાં બીજા છેડે ઉજવણી હતી. જેને લઇને તેણીને છેતરપીંડી થયા અંગે જણ થઈ. થોડા દિવસો પછી, વિદ્યાએ એફઆઈઆર નોંધાવી અને જાણવા મળ્યું કે તેના પૈસા કેટલાક અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. વિદ્યા આટલી મોટી રકમની આટલી સરળતાથી ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવા માટે બેંકિંગ સિસ્ટમને પણ દોષ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.