દક્ષિણની ફિલ્મ અભિનેત્રી વિજયાલક્ષ્મીએ બીપીની દવાનો ઓવરડોઝ લઈ લેતા સારવાર માટે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ગ્લેમરની ચકાચોંધ હંમેશાની રહી છે ત્યારે યુવાને આ ઈન્ડસ્ટ્રીમાં જવા માટે તલપાપડ થતા હોય છે. ઈન્ડસ્ટ્રીઝમાં ગ્લેમરની સાથે-સાથે ભયાનક અંધકાર પણ છે. હંમેશા ચર્ચામાં અને ગ્લેમરમાં રહેનાર વ્યકિત જયારે એકલો પડે છે તો તે ડિપ્રેસ્ડ થઈ અંતે સ્યુસાઈડ કરતો હોય છે. બોલિવુડના કેટલાય એકટર-એકટ્રેસોએ ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી છે ત્યારે એકટ્રેસ વિજયાલક્ષ્મીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. એકટ્રેસ વિજયાના મિત્ર અને બોસ અંગિરા બસ્કટન દ્વારા વિજયાને હોસ્પિટલમાં સારવાર અર્થે મુકવામાં આવી છે. હાલ તે હોસ્પિટલમાં દાખલ છે અને હોસ્પિટલનાં સુત્રો અનુસાર તેમની તબિયત સુધારા પર જઈ રહી છે.
વિજયા દ્વારા તાજેતરમાં જ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં રાજકારણી અને એકટર સીમાન અને તેમની પાર્ટી વિશેનો વિડીયો અપલોડ કર્યો હતો. તેણી દ્વારા વિડીયો પોસ્ટ કર્યા બાદ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, આ મારો અંતિમ વિડીયો છે અને હું છેલ્લા ચાર મહિનાથી માનસિક દબાણમાં છું જેનું કારણ સીમાન અને તેમના પાર્ટીના બેલી છે. મેં આ સમયમાંથી પસાર થવા માટે ખુબ મહેનત કરી છે. ઘણા દિવસોથી આવા સમયથી બચવાનો પ્રયત્ન કરુ છું મારી બહેન અને માને કારણે. પરંતુ મારા પર મિડીયામાં પ્રહારો થઈ રહ્યા છે. મેં હમણા જ બીપીની ગોળીઓ વધુ પ્રમાણમાં ખાધી છે જેથી મારું બીપી ઘટી જશે અને થોડા કલાકોમાં મૃત્યુ થશે. આ મારા ચાહકો માટેનો વિડીયો છે. અંતમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, હું કર્ણાટકથી આવું છુ અને સીમાન મને ખુબ ટોચર કરે છે. સીમાન દ્વારા વિજયાલક્ષ્મીને સોશિયલ મીડિયા પર હેરાન કરતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
સીમાન દ્વારા તેમને ટોચર કરવામાં આવતું હોવાથી અંતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમણે તેના ચાહકોને કહ્યું હતું કે, મારું મોત દરેક વ્યકિતને આંખ ઉઘાડે તેવી ઘરની રહેશે. મારા મૃત્યુમાં સીમાનને દુર રાખવામાં ન આવે તેને સજા આપવામાં આવે અને હું કોઈને છોડવા માંગતી નથી.