જયાં વાડ જ ચીભડા ગળે ત્યાં પૂછવું શું?
ચીફ ઓફિસરે નાણા પરત જમા કરાવવા નોટિક ફટકારી
મહિલા સદસ્ય ના પતિ દ્વારા એક જ પ્લોટ ઉપર બે વખત ખોટું સોગંદનામું કરી આવાસ યોજના મેળવી ચીફ ઓફિસરે નાણાં પરત ભરવા તાકીદ કરતી નોટિસ ફટકારી છે.
દામનગર નગર પાલિકા વાડ જ ચીભડા ગળે તેવી સ્થિતિ દામનગર પાલિકા ના શાસક પક્ષ ના મહિલા સદસ્ય ના પતિ દ્વારા એક પ્લોટ ઉપર બે વખત બે વખત આવાસ યોજન લીધા નો ભાંડો સામાજિક કાર્યકર છગનભાઈ ભાસ્કરે આર ટી આઈ હેઠળ મેળવેલ માહિતી માં બે વખત આવાસ.
યોજના નાણા મેળવનાર આગેવાન ને ચીફ ઓફિસરે નોટિસ પાઠવી રકમ પરત ભરવા તાકીદ કરી ગત તારીખ ૧૫/૭/૨૦૨૦ ના રોજ જા નં એસ્ટા /૨૦૫/૨૦૨૦ થી ડો બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના હેઠળ ખોટી મંજૂર થયેલ સહાય રકમ પરત જમા કરવા સંદર્ભ છગનભાઇ ભાસ્કર ની અરજ તા૨૬/૭/૨૦૧૯ અને નાયબ કલેકટર પ્રાંત લાઠીના દામનગરના છગનભાઇ ભાસ્કર ની તા૨૭/૬/૨૦૨૦ની અરજ પ્રોજેકટ સ્પેશ્યાલિસ્ટએ એસ એમ ગાંધીનગરના પત્ર અને દામનગર પાલિકા કચેરીના નાયબ નિયામક અમરેલીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ના ઠરાવ સહિત ના સંદર્ભ આધારો સાથે પાલિકા તંત્ર એ ખોટી મંજુર થયેલ સહાય ની રકમ પરત ભરવા તાકીદ કરતા દિન સાત પરત ભરવા તાકીદ કરી પ્રધાન મંત્રી આવાસ યોજના નો લાભ મેળવવા ખોટું સોગંદનામું રજૂ કરી અગાઉ લીધેલ આવાસ યોજના છુપાવી એકજ પ્લોટ ઉપર બે વખત સરકારી યોજના હેઠળ આવાસ મંજુર કરવા ખોટું સોગંદનામું રજૂ કરનાર લાભાર્થી દામનગર નગર પાલિકા ના શાસક પક્ષ ના મહિલા સદસ્ય ના પતિ દ્વારા જ આવી હરકત થતા પાલિકા તંત્ર પણ શ્રોભ માં મુકાયું. પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ પિયા સાડા ત્રણ લાખ ની સહાય મેળવવા રાજ્ય સરકાર ની આવાસ યોજના ના ની હકીકતો છુપાવી ખોટું સોગંદનામું કરી સરકારી નાણાં ની કાયમી ઉચાપત કરનાર વિરુદ્ધ સામાજિક કાર્યકર છગનભાઈ ભાસ્કર ની મુહિમ સરકાર પક્ષે ક્રિમિલન કમ્પ્લીશન ફરિયાદ કરી કાર્યવાહી ની છગનભાઇ ભાસ્કરે માંગ કરી છે.
આ અંગે જવાબદાર તંત્ર સામે પણ કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર અને પ્રાદેશિક નિયામક સુધી રજુઆત કરાય છે