સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ પ્રધાનમંત્રી પર લગાવ્યો આક્ષેપ

હાલ ૨૦૧૯નો વિશ્વકપ ઈંગ્લેન્ડ અને વેલ્સ ખાતે રમાઈ રહ્યો છે ત્યારે તમામ ટીમોને જરસીના કલરની ચોઈસ આપવામાં આવતી હોય છે ત્યારે ટીમ ઈન્ડિયા દ્વારા તેમના બ્લુ રંગની જરસીની સાથો સાથ કેસરી કલરની જરસી પહેરવાનું નકકી કર્યું હતું. જેના કારણે હાલ અત્યારના રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન તમામ જગ્યા પર ભગવો લહેરાવવા માંગે છે.

ભારતીય ટીમ વિશ્વકપમાં થોડી મેચોમાં ભગવા કલરની જરસી પહેરી ક્રિકેટ રમશે જેમાં ઈંગ્લેન્ડ ટીમ સામે પણ તેઓ ઓરેન્જ જરસીમાં જોવા મળશે. જેનું કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે, ઈંગ્લેન્ડ અને ભારતની જે ઓરીજીનલ જરસીનો કલર બ્લુ છે એટલે બ્લુ જરસી વચ્ચે ટકરાવ શકય નથી. જેના ફળ સ્વરૂપે ભારતીય ટીમ દ્વારા ઓરેન્જ જરસી પહેરવાનું નકકી કરવામાં આવ્યું હતું. આ તકે આઈસીસી દ્વારા પણ ઈંગ્લેન્ડ સીવાયની અન્ય ટીમોને તેમના બે યુનિફોર્મ લાવવા માટે પણ તાકીદ કરી હતી.

પ્રસંગોપાત સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓ હરવખતે રાજીપો વ્યકત કરે છે જ્યારે ભારતીય ટીમ મેચ જીતતી હોય છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની તમામ જગ્યા અને તમામ ચિજવસ્તુઓ ભગવા રંગથી રંગી દેવા માંગે છે. ત્યારે તેઓએ સપાના ધારાસભ્યએ પ્રધાનમંત્રી પર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, જો નરેન્દ્રભાઈ મોદી ભારતીય ક્રિકેટ ટીમની જરસીનો કલર તિરંગાનો રાખે તો તેમને કોઈપણ પ્રકારની આપતી ની. પરંતુ જે રીતે ભગવો રંગ નકકી કરવામાં આવ્યો છે તેનો વિરોધ લોકોએ પણ કરવો જોઈએ.

જ્યારે ભાજપના ધારાસભ્ય રામકદમે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ વિપક્ષો પાસે ચોમાસુ સત્રમાં કોઈ મુદ્દો રહ્યો નથી જેને લઈ આ મુદ્દો ઉછાળવામાં આવી રહ્યો છે. ત્યારે વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વિરોધીઓ ભગવા રંગનો વિરોધ સુકામ અને શા માટે કરી રહ્યાં છે તે પણ એક પ્રશ્ન ઉભો થાય છે. ભાજપના ઝંડામાં પણ બે કલર છે લીલો અને ભગવો ત્યારે જરસીના કલરનો નિર્ણય રાજકારણીઓએ નહીં પરંતુ ખેલાડીઓ લે તો તે સારૂ રહે અને તે એક યોગ્ય વાત પણ કહી શકાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.