કોરોના જેન્ટલમેન ગેમનો પર્યાય બદલી નાખશે!
રમત દરમિયાન બોલરો દ્વારા બોલને સાઈન ન કરવો, વિકેટ પડવાની ઉજવણી દુર રહીને કરવા સહિત અનેકવિધ બદલાવ ક્રિકેટમાં જોવા મળશે
કોરોનાનો કહેર જે રીતે સાર્વત્રિક વ્યાપી ઉઠયો છે તેનાથી લોકડાઉનની સ્થિતિ પણ જોવા મળી છે ત્યારે લોકડાઉન થતા વિવિધ રમતોને તેની માઠી અસરનો સામનો કરવો પડયો છે જેમાંથી ક્રિકેટ પણ બાકાત રહ્યું નથી. જેન્ટલમેન ગેમ ક્રિકેટમાં હવે જીતનાં જશ્ન પર પણ લગામ મુકવામાં આવશે જેમાં રમત દરમિયાન બોલરો દ્વારા બોલને સાઈન ન કરવો, વિકેટ પડવાની ઉજવણી દુર રહીને કરવી સહિત અનેકવિધ બદલાવ હવે ક્રિકેટમાં જોવા મળશે.
એક સમયે લોકો ક્રિકેટ રમતમાં હેન્ડશેક કરી ઉજવણી કરતા હતા અને ડગઆઉટમાં પણ આખી ટીમ બેસી મેચનો લાભ લેતી હતી પરંતુ હવે ડગઆઉટમાં જરૂરીયાત મુજબનો જ સ્ટાફ અને નવા ફિલ્ડ ઉપર આવતા બેટસમેન જ બેસી શકશે તેવું પણ જાણવામાં આવી રહ્યું છે. બોલરો દ્વારા બેટસમેનોને ભ્રમિત કરવા અને તેમની વિકેટ લેવા જે રીતે બોલને સાઈન કરવામાં આવતો હતો તે હવે નહીં કરવામાં આવે. આ તમામ મુદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો કોરોનાનાં કહેર બાદ ક્રિકેટનું ર ખ પૂર્ણત: બદલાઈ જશે.
આઈસીસી એટલે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલની વિડીયો કોન્ફરન્સીંગમાં બીસીસીઆઈનાં સેક્રેટરી જય શાહ જોડાયા હતા અને અનેકવિધ સુઝાવો પણ બંધ આપવામાં આવ્યા હતા.
આ વિડીયો કોન્ફરન્સીંગમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, ગત પાંચ વર્ષની સરખામણીમાં બીસીસીઆઈને આઈસીસીમાં સેન્ટર સેઈઝ મળ્યું હોય તેવું લાગી રહ્યું છે. બીસીસીઆઈ આગામી દિવસોમાં ક્રિકેટ રમતને જે રીતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમાંથી બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરશે. લોકડાઉન થતા ક્રિકેટ રમતને તેની ઘણીખરી અસર પહોંચવા પામી છે. જેને લઈ ઘણાખરા ક્રિકેટ બોર્ડને નાણાકિય સંક્રમણનો પણ સામનો કરવો પડશે ત્યારે આ તમામ ક્રિકેટ બોર્ડને ફરીથી બેઠા કેવી રીતે કરી શકાય તે દિશામાં આઈસીસી અને બીસીસીઆઈ ધ્યાન કેન્દ્રીત કરી તે મુદા પર ચર્ચા-વિચારણા પણ કરવામાં આવશે.
હાલ જે રીતે ટેસ્ટ ચેમ્પીયનશીપને આઈસીસી દ્વારા મુલત્વી રાખવામાં આવી છે ત્યારે આવનારા સમયમાં ક્રિકેટમાં ટુરને પણ ફરી નવેસરથી અમલી બનાવવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
લોકડાઉનને લઈ જે રીતે ક્રિકેટ રમતને નુકસાન પહોંચ્યું છે તેનાથી ટેસ્ટ ચેમ્પીયનશીપ સાઈકલને હાલ ચાલુ ન રાખવા પણ સુઝાવ આપવામાં આવ્યો છે. બીસીસીઆઈનાં સેક્રેટરી જય શાહ દ્વારા અનેકવિધ સુચનો પણ કરવામાં આવ્યા હતા જે આવનારા
- સમય માટે અત્યંત જરૂરી અને કારગત નિવડશે.
હાલ ક્રિકેટની આર્થિક સ્થિતિને ઘણીખરી અસર પહોંચશે પરંતુ આ તમામ મુદાઓને ધ્યાને લઈ બીસીસીઆઈ અને આઈસીસી ગ્રહણ ચર્ચા-વિચારણાકરી ક્રિકેટને આ તકલીફમાંથી બહાર ઉગાડવા પ્રયત્નો પણ હાથ ધરશે પરંતુ એ વાત સ્પષ્ટ છે કે, ક્રિકેટ લોકડાઉન બાદ જયારે ફરી શરૂ થશે તો તેનું રૂખ પૂર્ણત : બદલાઈ રહ્યું હશે.