રાજકોટ જિલ્લાના વીંછીયા ગામના શખ્સોએ જીલેટિન ટોટા આપ્યાનું તપાસમાં ખુલ્યું
વાંકાનેરમાં વિસ્ફોટ કરી એક કરોડની ખંડણી માંગવાના ચક્ચારી બનાવમાં પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ કર્યા બાદ આ પ્રકરણમાં રાજકોટના વીંછીયાના ત્રણ શખ્સોએ સ્ફોટક પદાર્થ આપ્યાનું ખુલતા આ મામલે ત્રણેય શખસો વિરુદ્ધ ઇલેકટ્રીક ડેટોનેટર તથા જીલેટીન આપવા અંગે ગુન્હો નોંધ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.૨.ન.૨૯/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૩૮૭,૫૦૭ સ્ફોટક પદાર્થં અધિનિયમ ૧૯૦૮ ની કલમ મુજબના ગુનાના આરોપી (૧) હિતેશભાઇ જસમતભાઇ ગામી જાતે પટેલ તથા ઘનશ્યામભાઇ કચરાભાઇ વરમોરા જાતે પટેલ રહે.બંન્ને વૃંદાવન પાર્ક, નવી પીપળી તા.જી. મોરબી વાળાઓની તા.૭/૬/૨૦૧૮ ના રોજ ધરપકડ કરી અને આરોપીઓના રીમાન્ડ મેળવ્યા હતા જે દરમિયાન વિસ્ફોટ કરવામાં આવેલ સ્ફોટક પદાર્થ જીલેટીન સ્ટોક ટોટા કુલ નગ.૪ તથા ઇલેકટ્રોનિક્ ડેટોનેટર નવી પીપળી ગામ, વુદાવન પાર્ક. વોક્ળામાંથી તા.૧૦/૬/૨૦૧૮ ના રોજ કબજે કરવામાં આવ્યા હતા.
વધુમાં જે મુદામાલ કબ્જે કરાયો હતો તેવા ડિટોનેટર અને જીલેટિન આરોપી(૩) ધિરૂભાઇ મોહનભાઇ વાસાણી જાતે કોળી (૪) રાપાભાઇ નરશીભાઇ વાસાણી રહે, બંન્ને અમરાપુર તા.વિછીયા જી.રાજકોટ વાળાઓએ ગેરકાયદેસર રીતે વેચાણ કરી આપેલ હોમ તેમજ આરોપી નં.(૫) દેવાભાઇ પોપટભાઇ રાજપરા જાતે કોળી રહે.વિછીયા ઉગમણી બારી વિછીયા જી.રાજકોટ વાળાઓએ એક્સપ્લોઝીવ લાયસન્સ-૧ શરતોનો ભંગ કરી, ફુવો ગાળવા માટે આરોપી (૩) તથા (૪) નાઓ પાસે શોર્ટ ફાયરરનુ લાયસન્સ ન હોવા છતા તમામ જળ્યો એક સાથે ગેરકાયદેસર રીતે સોંપી, વેચાણ કરી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યાનુ ફલીત પતા કુલ પાંચ આરોપીઓ વિરૂધ્ધ આજરોજ તા.૧૮/૦૬/૨૦૧૮ ના રોજ સ્ફોટક અધિનીયમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં મોરબીએસઓજી પોલીસ ઇન્સ. એસ.એન.સાટી, એ.એસ.આઇ, અનિલભાઇ ભટ્ટ, હેડ કોન્સ. શંકરભાઇ ડોડીયા તપા જયપાલસિંહ ઝાલા તથા કિશોરભાઇ મકવાણા, ફારૂક્ભાઇ પટેલ, પ્રવિણસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રભાઇ વાધડીપા, ભરતસિંહ ડાભી તથા વિજયભાઇ ખીમાણીયા જોડાયેલ હતા.