ઇંગ્લીશ, ગણિત, વિજ્ઞાન અને સામાજીક શાસ્ત્રમાં ગુજરાતીઓ પૂરવાર થઇ રહ્યા છે નબળા

રાજયમાં દિકરાઓ કરતા દિકરીઓ અભ્યાસમાં અવ્વલ

નેશનલ અચિવમેન્ટ સર્વેના આંકડા

શિક્ષણમાં અવ્વલ હોવાનો દાવો કરતા ગુજરાતની પોલ નેશનલ અચીવમેન્ટ સર્વેમાં ખુલી ગઈ છે. સરકાર સંચાલીત શાળાઓમાં ધો.૧૦માં અભ્યાસ કરતા વિર્દ્યાીઓ અન્ય રાજયોના વિર્દ્યાીઓ કરતા ખૂબજ પછાત હોવાનું એનસીઈઆરટી દ્વારા કરાયેલા સર્વેમાં જાણવા મળે છે. એકંદરે ગુજરાત શિક્ષણ બોર્ડને રાષ્ટ્રીય કક્ષાની સીબીએસઈ જેવુ માળખુ ઘડવાની જરૂર ઉભી ઈ હોવાનું સર્વેના આંકડાી ફલીત થયું છે.

આકડા મુજબ ઈંગ્લીશ, ગણીત, વિજ્ઞાન, સામાજિક શા અને ગુજરાતીની નેશનલ એવરેજ ૨૫૦ પોઈન્ટની છે.

જયારે ગુજરાતમાં ઈંગ્લીશની ૨૨૫, ગણીતની ૨૩૧, વિજ્ઞાનની ૨૨૮, સામાજીક શાની ૨૩૩ પોઈન્ટની એવરેજ જ જોવા મળી છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો કરતા શહેરી વિસ્તારોમાં શિક્ષણનું સ્તર ઉંચુ હોવાનું પણ સર્વેી જાણવા મળ્યું છે.

એક તરફ માતૃભાષાનો ગૌરવ લેવાની વાત થાય છે ત્યારે અન્ય રાજયોની સરખામણીએ ભાષાજ્ઞાન તરીકે નેશનલ એવરેજ ૨૫૦ છે. જયારે ગુજરાતીની એવરેજ ૨૩૬ સુધીની જ રહી છે. દિકરા-દીકરીઓના પ્રમાણની દ્રષ્ટીએ વિર્દ્યાીનીઓ તમામ વિષયોમાં આગળ રહી છે. આંકડાનુસાર ગુજરાત ભાષામાં વિર્દ્યાીઓ કરતા ગુજરાતની વિર્દ્યાીનીઓની પકડ વધુ સારી છે. આ જ રીતે ગણીત, વિજ્ઞાન અને સામાજિક શામાં પણ વિર્દ્યાીનીઓનો દેખાવ સારો રહ્યો છે.

એનસીઈઆરટી દ્વારા નેશનલ અચીવમેન્ટ સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સરકાર સંચાલિત ૩૫૮ શાળાઓનો સર્વે કરવામાં આવ્યો છે. આંકડા પરી ફલીત યું છે કે, આગામી સમયમાં ગુજરાતના શિક્ષણ બોર્ડે પારંપરીક પધ્ધતિને હાસીયામાં ધકેલી સીબીએસઈ જેવા રાષ્ટ્રીય શિક્ષણ બોર્ડની પધ્ધતિને અપનાવવી પડશે.નેશનલ એવરેજ કરતા ગુજરાતના વિર્દ્યાીઓ ૧૦ થી ૧૨ પોઈન્ટમાં પાછળ રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણની દ્રષ્ટીએ જોઈએ તો વિજ્ઞાનમાં ૨૨૩ પોઈન્ટ રહ્યાં છે. જયારે શહેરી વિસ્તારોમાં ૨૩૫ પોઈન્ટ મળ્યા છે. એકંદરે શહેરી વિસ્તારોમાં શિક્ષણનું પ્રમાણ ગ્રામ્ય વિસ્તારો કરતા સારું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.