રાજકોટ શહેરનાં દીન પ્રતિદિન મારામારીની ઘટના બનવા પામી છે.ત્યારે ગઈકાલે વધુ એક મારામારીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.જેમાં ચુનારવાડ વિસ્તારમાં શેરી નંબર 1 માં રહેતા પરિવાર સાથે ઘરની પાસે રાખેલા કુંડા બાબતે તકરાર કરી પાડોશી શખ્સોએ મારમારી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે થોરાળા પોલીસ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
મહિલા સહિત ત્રણે પરિવાર પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા નોંધાતો ગુનો
વિગતો મુજબ આચુનારવાડ વિસ્તારમાં રહેતાં રંજનબેન દેવરાજભાઈ ધામેચાએ આરોપી તરીકે તેના પાડોશી વિજય ,પ્રભા અને ચાંદની સામે મારમાર્યો અંગેની ફરિયાદ નોંધાવી છે.
તેમાં તેને જણાવ્યું છે કે તેઓની દીકરી તેજલ સાથે ઘર પાસે કુંડા રાખવા બાબતે આરોપી વિજય રકઝક કરતો હતો ત્યારે ફરિયાદી સમજાવવા હતા ત્યારે વિજયની ભાભી પ્રભાબેન અને ચાંદનીબેન આવીને માર મારવા લાગ્યા હતા અને આરોપી વિજયે ફરિયાદી રંજનબેનને ધોકો ઝીંકી દઈ મારમારી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવમાં ફરિયાદી રંજનબેન ઇજાગ્રસ્ત થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવ અંગેની થોરાળા પોલીસ મથકમાં વિજય,પ્રભા અને ચાંદની વિરૂદ્ધ મારમારી જાનથી મારી નાખવાની ધમકી અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.