ગૌવંશને ઈજા પહોચાડતા લોકોમાં રોષ આરોપીને પકડવા માંગ
આજ થી થોડા દિવસો અગાઉ ચોટીલામાં બે આખલા ઉપર કોઈ નરાધમે એસિડ છાંટી હિચકારૂ કૃત્ય કરતાં લોકોમાં અરેરાટી ફેલાઈ હતી.
ત્યારે તા.02 માર્ચના દિવસે ચોટીલાનાં થાનરોડ ઉપર એક સાથે પાંચ આખલા ઓ ઉપર કોઈ વ્યક્તિએ એકદમ નિર્દયતા પૂર્વક એસિડ છાંટતા અને તેના કારણે આ પચાય મૂંગા જીવોની ચામળી ની ખોળ રીતસર ઉતરી જતા શહેરના નાગરિકો માં ખુબજ આક્રોસ ફેલાયો છે અને ચોટીલા પોલિસ આ ઘાતકી અને એકદમ હિચકારૂ કૃત્ય કરનાર નરાધમ તત્વોને સત્વરે જડપી લઈ ખુબજ કડક કાર્યવાહી કરે તેવી માંગણી અને લાગણી જીવ દયા પ્રેમીઓ સહિત શહેરના અન્ય નાગરિકો કરી રહ્યાં છે
ચોટીલામાં રખડતાં આ મૂંગા જીવો ઉપર વારંવાર ઍસિડ છાંટી ને આ અબોલ જીવોને મરણોત્તર હાલતમાં પહોચાડનાર આવા રાક્ષસી તત્વોને ચોટીલા પોલિસ ઝડપી તેમની સામે પશુ અત્યાચાર કલમો નિચે ગુન્હો દાખલ કરી ખુબજ કડક કામગીરી કરે તો ચોટીલા શહેરમા રખડતાં અને ભટકતાં આવા અબોલ પશુઓ આ રીતે ઘાતકીપણા નો ભોગ બનતા અટકી શકે અને આવા મૂંગા જીવો ઉપર થઇ રહેલા અત્યાચાર અટકી શકે તેમ છે
ચોટીલામાં વારંવાર આવી રીતે શહેરમા રખડતાં મૂંગા જીવો ઉપર એસીડ છાંટી આવુ કૃત્ય કરવા પાછળ કોનો હાથ હોય શકે તેવા વિકૃત મગજ ના શક્શોને ભગવાન પણ માફ નહી કરે તેવો નિહાકો ચોટીલાનાં જીવદયા પ્રેમીઓ નાખી રહ્યા છે