ત્રણ નરાધમ પ્રૌઢે અવારનવાર દુષ્કર્મ આચરતા ગર્ભવતી બનેલી યુવતીએ બાળકને જન્મ આપ્યો
અબતક,રાજકોટ
ચોટીલા પંથકની એક મંદબુદ્ધિર યુવતીએ બે દિવસ પૂર્વે કુંવારી માતા બની છે, યુવતીએ ચોટીલા હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો, યુવતી પર ગામના જ ત્રણ નરાધમ પ્રૌઢે અવારનવાર દુષ્કર્મ આચરતા હતા, જેની ફરિયાદ થતા પોલીસે ત્રણેય પ્રૌઢને સકંજામાં લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
બનાવની મળતી વિગતો મુજબ યુવતીએ જન્મ આપેલ બે દિવસના નવજાત બાળકને શનિવારે રાજકોટની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, બાળકને હોસ્પિટલે લઇને આવનાર તેની નાનીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, બાળકની માતા 18 વર્ષની છે અને કુંવારી છે, આઠ મહિના પૂર્વે યુવતીને ગામમાં આવેલી સરકારી સ્કૂલના બાથરૂમમાં લઇ જઇ ગામમાં જ રહેતા આંબા, માધા અને કાના નામના નરાધમોએ અવારનવાર યુવતીને લઇ જઇ તેની સાથે શરીરસંબંધ બાંધતા યુવતી કુંવારી માતા બની હતી.
આ અંગે રાજકોટ પોલીસે જાણ કરતાં ચોટીલા પોલીસ ગામમાં દોડી ગઇ હતી અને ત્રણેય નરાધમોને ઉઠાવી લીધા હતા. યુવતીની બહેને કહ્યું હતું કે, કુંવારી માતા બનનાર યુવતી છ બહેન અને એક ભાઇમાં ચોથો નંબર છે, અને મંદબુદ્ધિર છે, ત્રણેય આરોપી પૈકી કાનો અને માધો પ્રૌઢ છે તેના ઘરે પ્રૌત્ર છે, મોટી ઉંમરના હોવા છતાં ત્રણેય શખ્સોએ યુવતીની બીમારીનો ગેરલાભ ઉઠાવી તેના પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. મંદબુદ્ધિર યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ચોટીલા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે ત્રણેય પ્રૌઢ સામે વિશેષ તપાસ હાથ ધરી હતી.