- વયો વૃદ્ધને ટાર્ગેટ બનાવી લૂટ ચલાવતી ગેંગના આતંકથી અમરેલીમાં હાહાકાર
- એકલા રહેતા વયો વૃદ્ધના ઘરને ટાર્ગેટ બનાવી લૂટના ઇરાદે ત્રણ શખ્સોએ રચ્યું કારસ્તાન
- એક મહિનામાં લૂંટની ચોથી ઘટના પરંતુ લૂંટારુઓ પોલીસ પોહચની બહાર
અમરેલી જિલ્લામાં એકલા રહેતા વયો વૃદ્ધને ટાર્ગેટ બનાવી લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. જેમાં દર દસ કે પંદર દિવસે એક વૃદ્ધ દંપતીના ઘરને ટાર્ગેટ કરી તેમાં લૂંટ ચલાવવામાં આવે છે અને પ્રતિકાર કરનાર દંપતી પરા સકસો હથિયારો વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારે છે. જ્યારે ગઈકાલ રાતે આવી એક ફરી ઘટના સામે આવી છે. જેમાં ચિત્તલમાં રહેતા વૃદ્ધ દંપતી પર ત્રણ શખ્સોએ લૂંટના ઇરાદે લોખંડની હથોડી વડે હુમલો કર્યો હતો જેમાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને સારવારમાં ખેસેડવામાં આવ્યા હતા. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે આ નવી સક્રિય ગેંગની સોધખોળ હાથધરી છે.
આ અંગેની મળતી માહિતી મુજબ અમરેલી ચિતલમાં રહેતા નાથાભાઈ લક્ષ્મણભાઈ મેરોલિયા (ઉં.વ.63) અને તેના પત્ની ચંપાબેન બન્ને એકલા રહે છે. એમનો પરિવાર સુરતમાં વસે છે. ગઈ કાલે રાતે એ બન્ને સૂતા હતા ત્યારે દિવાલ ટપીને તસ્કરે લૂંટારાઓ ઘરમાં ઘૂસ્યા હતા. તેમજ ભરનિંદ્રામાં સૂતેલા બન્ને પર લોખંડની હથોડી જેવા બોથડ પદાર્થથી હુમલો કરતા બન્ને રાડારાડ કરવા લાગ્યા હતા. જેના કારણે તસ્કરો નાસી ગયા હતા. આ ઘટનામાં નાથાભાઈના માથામાં હથોડી વાગવાના કારણે તેમને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તેના પત્નીને હાથમાં ફ્રેકચર જેવી ઈજા થઈ છે.ચિતલમાં લૂંટારૂ તસ્કર ગેંગ ઉતરી આવી હોય એમ આ બનાવ ઉપરાંત શહેરની પાંચ દુકાનોને પણ ટારગેટ કરી તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી એક દુકાનમાંથી ત્રીસ હજારનો મુદ્દામાલ ગયો હોવાની પણ વિગતો મળી રહી છે.
અગાઉ ખાંભાના સમઢિયાળા,લીલીયાના નાના રાજકોટ,બવાડામાં વૃદ્ધોને ટારગેટ કરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાઓ તાજી જ છે. પણ આ ઘટનામાં તસ્કરો કે લૂંટારાઓને પકડવા અમરેલી જિલ્લા પોલીસ હજુ સુધી કશુજ સોધી શકી નથી અને પણની ધરપકડ કરી શકી નથી. કોઈ ડીટેકશન થયું નથી.
આ બનાવમાં પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. ત્યાં સાવરકુંડલામાં પણ ચાર દુકાનો અને ચાર બંધ મકાનોમાં ચોરી થયાની ઘટના બની છે. ભોગ બનેલા એક મકાન માલિક અભયભાઈ રાઠોડના જણાવ્યા મુજબ અહી 5 લાખ રોકડા ગયા છે. પોલીસ ફરિયાદ લખી રહી છે.
લીલીયાના નાના રાજકોટમાં એક અઠવાડિયા પહેલા વૃદ્ધ દંપતી પર હુમલો કરતા વૃદ્ધાનું મોત નીપજ્યું છે.
અને એક બાઈકની ચોરી થઈ છે. આવી જ રીતે ખાંભાના સમઢિયાળામાં દંપતી પરના હુમલામાં વૃદ્ધનું મોત થયુ હતુ. આ બધી ઘટના અણઉકેલ રહી છે.