એક કલાકની મહેનત પછી હેમખેમ નીચે ઉતાર્યા
દેશ અને દુનિયામાં લોકોના મનોરંજન માટે અવનવી યાંત્રિક રાઈડસ અને રોલર કોસ્ટર છે. રોલર કોસ્ટરમાં બેઠા હોય અને ૧૯૭ ફુટની ઉંચાઈએ પહોંચ્યા બાદ અટકી જાય તો શું થાય ? કલ્પના કરતા પણ ધ્રુજારી છુટી જાય છે ને ? આવું જ તાજેતરમાં ચીનમાં બન્યું હતું જેમાં રોલર કોસ્ટર મહતમ ઉંચાઈએ પહોંચ્યા બાદ બંધ થઈ જતા તેમાં બેઠેલા ૨૦ લોકો ઉંધા માથે થઈ ગયા હતા અને તમામના જીવ અઘ્ધર થઈ ગયા હતા. એક કલાકની જહેમત બાદ તમામને હેમખેમ ઉતારવામાં આવતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.
ચીનના જિયાંશુના બુશીમાં આવેલા સુનાક પાર્કમાં ૧૯૭ ફુટ ઉંચી રોલર કોસ્ટર તથા અલગ અલગ રાઈડસ છે. આ રોલર કોસ્ટરમાં બેસી રોજીંદા ક્રમ મુજબ લોકો આનંદ માણતા હતા. તાજેતરમાં બનેલા આ બનાવમાં રોલર કોસ્ટરમાં ૨૦ લોકો બેઠા હતા. રોલર કોસ્ટર ૧૯૭ ફુટની ઉંચાઈએ પહોંચ્યા બાદ ઉભુ રહી જતા બેઠેલા તમામની ભયાનક ચીચીયારીથી પાર્ક ગુંજી ઉઠયો હતો. લોકોની બુમાબુમથી પાર્કના સંચાલકો દોડી ગયા હતા અને રોલર કોસ્ટરમાં બેઠેલાને સલામત રીતે નીચે ઉતારવા પ્રયત્નો શરૂ કર્યા હતા. એક કલાકની ભારે જહેમત બાદ તમામને નીચે હેમખેમ ઉતારવામાં સફળતા મળી હતી. આ બનાવ બાદ મનોરંજન પાર્ક બંધ કરી દેવાયો હતો.આ અગાઉ પણ ૨૦૧૯માં આવી ઘટના બની હતી ત્યારે પણ રોલર કોસ્ટર લોકોથી ભરેલું હતું અને ઉપર ગયા બાદ અટકી ગયું હતું. તેમને એ જણાવ્યું કે, આ રોલર કોસ્ટરની લંબાઈ ૪૧૯૨ ફુટ છે અને સૌથી ઉંચો ભાવ ૧૯૬૯ છે આ રોલર કોસ્ટર વધુમાં વધુ ૧૧૯ કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે.
પાર્કના સંચાલકોએ શું કહ્યું ?
આ ઘટના અંગે પાર્કના સંચાલકો કર્મચારીઓએ જણાવ્યું હતું કે, રોલ કોસ્ટર સામે જયારે કોઈ પક્ષી ઉડતું ઉડતું આવે તો રોલર કોસ્ટરના સેન્સર તુરત જ તેને બંધ કરી દે છે જેથી કોઈ દુર્ઘટના ન બને. આવી જ રીતે આ બનાવ બન્યો હોય શકે. આ અંગે વધુ તપાસ હાથધરાઈ છે. સુનાક પાર્કના સંચાલકોએ જણાવ્યું કે, અમારી તમામ રાઈડસ સારી રીતે ચાલે છે. લોકો તેનો આનંદ લઈ શકે છે. જે રાઈડસ વિશે સુરક્ષા સંબંધી મુદ્દો ઉપસ્થિત થયો છે તેની તમામ ચાલી રહી છે તમારી પુરી થયા બાદ તેની મરામત કરવામાં આવશે અને લોકો માટે ફરી ઉપયોગ માટે ખુલ્લી મુકાશે જોકે આ બનાવ અકસ્માતનો નથી પણ લોકોની સુરક્ષા માટે જ રોલર કોસ્ટર હવામાં ઉભુ રહી ગયું હતું. કારણકે અમારી ટેકનોલોજી અતિ આધુનિક છે.