- કોરોનાના 3 વર્ષ વિત્યા છતાં બાળકોમાં માનસિક ડર !!!
- હીપ્પોકેમ્પસ અને એમીગડાલાના વિકસાથી બાળકમાં ખરાબ વિચારો પ્રસરે છે
- બાળકોને આસપાસના લોકો તથા રીત-રિવાજો સમજાવાની પ્રવૃતિઓ કરાવી કોરોનાનો ડર દુર કરવો જરૂરી
વિશ્વ આખું કોરોનાના ભયડામાં આવી ગયું હતું.આજે કોરોનાના 3 વર્ષ વીતી ગયા છતાં બાળકોમાં ક્યાંક હજુ એની ખરાબ અસર જોવા મળે છે.બાળકોમાં ચિંતા,ડીપ્રેશન તેમજ આત્મહત્યા સુધીના વિચારો વધ્યાં છે.એવું એક સર્વેમાં જાણવા મળ્યું છે.કોરોનાના સમયની કયાંક વધુ અસર બાળકોમાં જોવા મળી જેનું એક કારણ તેમની જરૂરિયાતને સંતોષી ન શકાતા એક પ્રાકરે અસંતોષથી તેમનામાં આ સમસ્યાનો વધારો થયો છે.ક્યાંક બાળકોમાં આંતરિક અવયવો તથા આંતરિક ગ્રંથી જેવી કે હીપ્પોકેમ્પસ અને એમીગડાલા આ બને તંત્રોની અસરથી તેના વિકાસની અસર બાળકો પર પડી છે.ચાર પ્રકારના હોર્મોન્સ જેવા કે હેપ્પીનેશ હોર્મોન્સ,ડોપામૈઇન, ઓકિસીટોક્સિન સેરેટોનિન, એન્ડોરફીન,આ ચાર હોર્મોન્સનું ઈંબેલન્સ થતા બાળકોમાં ચિંતા,ડીપ્રેશન,સ્ટ્રેસ તથા આત્મહત્યાના વિચારો વધ્યા છે.આવી પરિસ્થિતિમાં આવનારા સમયમાં બાળકોને માનસિક બીમારીઓ,ધીરજનો અભાવ,બીપી,ડાયાબીટીસ જેવી અન્ય બીમારીઓનો સામનો કરવો પડી શકે. આ સમસ્યાના નિવારણમાં બાળકો સમાજ સાથે ભળે એવી પ્રવુતિઓ કરાવી જરૂરી.પરિવાર અને સ્કૂલ તરફથી આવી પ્રવુતિ શરૂ થવી જરૂરી.સામાજિક દ્રષ્ટિકોણથી બાળકોને આગળ વધારવા જરૂરી છે.
બીજાને ઉપયોગી બનવા વિવિધ સાધનોનો ઉપયોગ કરતા થાય,શેરી મોહલામાં રમવાની પ્રવૃત્તિઓ કરે,આસપાસના લોકો તથા રીત રિવાજો સમજાવાની પ્રવૃત્તિઓ કરાવી જરૂરી જેથી બાળકોનો વિકાસ યોગ્ય રીતે થઈ શકે છે.
બાળકના વિક્સમાં પેરેન્ટિંગ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે:ડો.ધારા દોશી(આસિ.પ્રોફેસર)
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ધારા દોશીએ જણાવ્યું કે,માતૃત્વની ભૂમિકા બાળકના વિકાસમાં ખૂબ જરૂરી છે.જ્યારે બાળક 1થી 5 વર્ષનું હોય ત્યારે તેને સંપૂર્ણ ખીલવાનું જરૂરી છે.જ્યારે બાળક 5થી 10 વર્ષનું થાય ત્યારે એવું વર્તન કરવું જેનાથી બાળકમાં સામાજિક,નૈતિક અને મૂલ્યવાળો વિકાસ થઈ શકે.તરુણાવસ્થામાં બાળક પોહચે ત્યારે શિક્ષક અને વાલી બનેએ તેમને વ્યવસ્થિત સમજવાના પ્રયાસો કરતા રહેવા જોઈએ.
બાળકોમાં સંયુક્ત કુટુંબની માનસિકતા કેળવાવી જરૂરી: અધ્યક્ષ ડો.યોગેશ જોગસણ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણે જાણવ્યું કે,બાળકોને પારિવારિક માહોલમાં મળવો જરૂરી છે.બાળકમાં સંયુક્ત કુટુંબમાં રેહવાની માનસિકતા કેળવી જરૂરી છે.બાળક ભલે ફિઝિકલ સંયુક્ત કુટુંબમાં ન રહી શકે.પરંતુ તેને સંયુક્ત કુટુંબનો પ્રેમ અને હૂંફની સમજણ અને સહિયારા પ્રયત્નો બાળકોને આવા પડકારો સામે રક્ષણ અપાશે.