બાળલગ્ન કરાવનાર આરોપીનો ગુનો સાબીત થાય તો એક વર્ષની સજા અને બે લાખ રૂપીયાનો દંડ થઇ શકે છે
વર્તમાન પરિસ્થિતિમાં વહેલી પરિપકવતાના કારણે દિકરો-દિકરી વિજાતિય પાત્ર સાથે આકર્ષણથી નાસી જાય છે, ત્યારે માતા-પિતા બાળલગ્ન કરવવા મજબુત બનતા હોવાની શકયતા વધે છે: ડો. મિલન પંડીત
અબતક, રાજકોટ
‘અબતક’ નો લોકિપ્રય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’ માં બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરીના પ્રોબેશન ઓફીસર ડો. મિલન પંડયા દ્વારા બાળલગ્ન પ્રતિબંધ વિશેની વિશેષ માહીતી પ્રસ્તુત કરતો કાર્યક્રમ તાજેતરમાં જ ‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જેનો સંક્ષિપ્ત અહેવાલ અહીં રજુ કર્યો છે જેમાં બાળલગ્નનો પ્રતિબંધ અને તેની અમલવારી તંત્ર દ્વારા લેવામાં આવતા પગલા તેમજ અદાલતી કાર્યવાહી ઉપરાંત આવા કિસ્સાઓમાં આરોપીઓમાં કેનો કેનો સમાવેશ થઇ શકે વગેરે માહીતી સભર આ કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો છે. જેથી કોઇપણના લગ્ન પ્રસંગમાં જતા એ પણ જોયું અને જાણવું જરુરી બનશે કે આપણે જેના લગ્નમાં જઇએ છીએ તે બાળલગ્નનો નથીને…?
પ્રશ્ર્ન:- લોકો બાળલગ્ન માટે શા માટે પ્રેરાય છે?
જવાબ:- ઘણા પરિવાર એકથી વધારે સંતાન હોય છે ત્યારે મોટી દિકરી લગ્ન કરાવતા હોય ત્યારે એક ખર્ચ દિકરીના લગ્ન થઇ જાય ત્યારે અથવા તો દિકરા-દિકરીમાં પરિપકવતા વહેલી આવવાના કારણે વીજાતિય આકર્ષણ સંબંધ કેળવી નાશી જવાની શકયતા વધે ત્યારે માતા પિતા મજબુર થઇ બાળલગ્ન કરાવતા હોવાની શકયતા નકારી શકાય નહી જેથી બાળલગ્ન થવાની સંભાવના વધી છે.
પ્રશ્ર્ન:- ભારતમાં પ્રતિબંધક ૨૦૦૬ અધિનિયમ કાયદો કયાં લાગુ પડતો નથી?
જવાબ:- જમ્મુ-કાશ્મીર અને તામિલનાડુના પોંડીચેરી વિસ્તારમાં આ કાયદો લાગુ પડતો નથી કારણ કે આમાનો અમુક વિસ્તારમાં તેનો અલગ કાયદો છે.
પ્રશ્ર્ન:- બાળલગ્ન પ્રતિબિધતિ કાયદો ૨૦૦૬ અધિનિયમ કાયદો શું છે કયારથી અમલમાં આવ્યો અને તેની અસર શું છે..?
જવાબ:- ૨૦૦૬માં નો કાયદો છે એ પહેલા ૧૯૨૯નો કાયદો ભારતમાં અમલી બન્યો હતો. આ કાયદા જે લોકો ભારતમાં વસવાટ કરે છે અને જો કોઇ વ્યકિત બાળલગ્ન કરે છે કોઇ જાગૃત નાગરીકને તેની માહીતી મળે તો કોઇપણ જિલ્લાના અધિકારીને લેખીત, મૌખિક કે સંચાર માઘ્યમથી ફરીયાદ આપવી જોઇએ. તે અધિકારી જરુરી તપાસ કરી ફરીયાદ દાખલ કરશે અને અટકાયતી પગલા દાખલ કરતા હોય છે.
પ્રશ્ર્ન:- બાળલગ્ન થતા હોય ત્યારે નાગરીકની શું ફરજ છે?
જવાબ:- કોઇપણ નાગરીક પાસે વ્યાજબી ફરીયાદ છે તે બાળલગ્નની જાણ બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી અથવા પોલીસ સ્ટેશન, ચાલ્ઇડલાઇન જીલ્લા બાળ એકમને ફરીયાદ કરી શકે છે. અને તે ફરીયાદને ગુપ્ત રાખવામાં આવે છે.
પ્રશ્ર્ન:- બાળલગ્નની ફરીયાદ આવે ત્યારે કચેરી તરફથી કયા પ્રકારના પગલા લેવાય છે?
જવાબ:- બાળલગ્નની મોટાભાગની ફરીયાદ લેખીત આવે છે. બે પક્ષકારને બોલાવી સમજાવી ને બાળલગ્ન અટકાવી શકે સ્થળ પર જઇ જન્મ તારીખ આધાર તપાસતા હોય અને ફરીયાદ મુજબ બાળકોની ઉમર નાની હોય તો કાયદાની સમજ આપી અને આ લગ્ન યોજતા નહી અને સહમત કરીએ છે. જયારે લગ્ન શરુ હોય અને અમને ટેલીફોનીક જાણ થતી હોય ત્યારે એક મીનીટ વિલમ વગર પોલીસ સાથે લઇ જો લગ્ન થાય ન હોય તો બન્ને પક્ષને તાત્કાલીક ધોરણે અટકાવી દેવાય છે. અને જો લગ્ન થઇ ગયા હોય તો એક લાખનો દંડ અને બે વર્ષની સજાની જોગવાઇ છે.
પ્રશ્ર્ન:- લગ્ન થઇ ગયા હોય પછી ઘણા દિવસ પસાર થઇ ગયા હોય તો તેમને કઇ રીતે પગલા લ્યો છો?
જવાબ:- બાળલગ્ન અધિકારી જેના બાળલગ્ન થયા છે તેમના ફોટા અને કંકોત્રી આધારો જોઇએ છે. જયારે બાળલગ્ન થઇ ગયા છે ત્યારે કાયદાની સમજ આપવાના વિકલ્પ રહેતો નથી માત્રને માત્ર આરોપી એટલે માતા-પિતા, વર-ક્ધયા, ગોરબાપા તથા અન્ય સગાસંબંધી બધા આરોપી અને બધાની સામે ફરીયાદ કરીને ધરપકડ કરવામાં આવે છે.
પ્રશ્ર્ન:- બાળલગ્ન થઇ ગયા છે તેમાં કેટલા તેમાં આરોપી કેટલાને ગણી શકાય!
જવાબ:- કાયદા કોઇપણ સંખ્યા હોય છે તપાસમાં એવું સાબિત પહેલા તો બન્ને માતા-પિતા ગોર પણ આરોપી હોય આરોપીની કોઇ સંખ્યા નકકી નથી કયારેક આખી જાનને પણ આરોપીમાં લઇ શકાય છે.
પ્રશ્ર્ન:- વસંત પંચમી, અખાત્રીજના વળ જોઇતા મુહુર્ત ગણાય છે. ત્યારે લગ્ન બહુ હોય છે આ સંજોગોમાં એડવાન્સમાં ચેતી જાવ છો કે ફરીયાદ આપવી જરુરી છે?
જવાબ:- અખાત્રીજના પર્વમાં ખાસ કરીને લગ્ન યોજાતા હોય સંભાવના છે કે બાળલગ્ન યોજાય જાય ત્યારે બાળલગ્ન પ્રતિબંધક અધિકારીને વિશેષ કામગીરી રહેવાની કાયદાના ખાસ જોગવાઇ છે કે અક્ષય તૃતીયા દિવસે જીલ્લા મેજી જીલ્લા કલેકટરની એક દિવસ માટે સત્તા ભોગવે છે જીલ્લા કલેકટર તંત્ર પણ સજજ હોય છે તેમજ જીલ્લા પોલીસ પણ એ તરત બાળલગ્ન જીલ્લા અધિકારીને જાણ કરવી અને કોઇપણ જાહેર રજા હોય તો પણ તે દિવસે બાળલગ્ન અધિકારીની કામગીરી ચાલુ રહે છે.
પ્રશ્ર્ન:- ખાસ કરી સમુહલગ્નમાં બાળલગ્ન થાય ત્યારે તેમાં કોની જવાબદારી?
જવાબ:- પ્રથમ જવાબદાર તો તેમના મા-બાપની હોય છે જે સમુહલગ્નના આગેવાનો છે તેમની હોય છે. વાળી પરિવારની જવાબદારી સરકાર પગલા લે તેમનો સામનો કરવો પડે છે જન્મ તારીખનો દાખલો માન્ય છે કે સોગંદનામું માન્ય નથી.
પ્રશ્ર્ન:- બાળકનો જન્મનો તારીખો કે શાળાનો કોઇ પુરાવો નથી તો શું માન્ય રાખી શકાય?
જવાબ:- ઓફીકેશન ટેસ્ટ જે સિવીલ હોસ્પિટલના ડોકટર દ્વારા કરવામાં આવે છે. જે હાકડાનો ટેસ્ટ કરવામાં આવે છે. હાડકા ના વિકાસ પરથી બાળકની ઉમર જાણી શકાય છે તેના પરથી નિર્ણય લેવાય છે.
પ્રશ્ર્ન: એક વર્ષમાં બાળલગ્નના કેટલા કિસ્સા આવે છે?
જવાબ:- આઠ વર્ષમાં ૩૦૦ થી વધારે લગ્ન અટકાવીયા છે. બાળલગ્નના ચારથી પાંચ કેસ કોર્ટમાં દાખલ કરીયો છે બાકીના કેસમાં લગ્ન અટકાવાય છે.
પ્રશ્ર્ન:- મોટાભાગે અદાલતનો ચૂકાદો કોઇ તરફ હોય છે?
જવાબ:- મોટાભાગ પ્રતિબંધતિ અધિકારી સિવાય કોઇ ફરીયાદ કરી સંબંધીત પુરાવા જે નામદાર કોર્ટ માન્ય રાખતી હોય તે પુરાવા રજુ કરે છે. બાળલગ્ન કરાવનાર ને જ સજા થાય છે.
પ્રશ્ર્ન:- બાળલગ્ન દોષિતને કેટલી સજા અને દંડ થાય છે?
જવાબ:- બાળલગ્ન કરાવામાં તેમ અપરાધી થયા છે તો એક લાખ દંડ અને બે વર્ષની જેલની સજા થાય છે.
પ્રશ્ર્ન: આ અંગે અદાલતમાં ચાલતા કેસમાં કોઈને સજા ફટકારાઈ છે?
જવાબ: હજુ એવું રેકોર્ડમાં આવ્યું નથી તે પ્રોસેસમા છે. અને ત્યારે પક્ષકારો પાસે ને અપીલનો રસ્તો કરી શકે છે.
પ્રશ્ર્ન: બાળલગ્ન અટકાવવા માટે હુકમનામું કરી શકે છે કેમ?
જવાબ: એવું નતી કે બાળલગ્ન પ્રતિઅધિકારી કોર્ટમાં સીધી અરજી લેવી સુવોમોટો દ્વારા બાળ લગ્ન અટકાવવા હોય છે.
પ્રશ્ર્ન: બાળલગ્ન અધિકાર પાસે બાતમીદાર હોય છે?
જવાબ: ના અમારી પાસે ખાસ જવાબદાર હોતા નથી જાગૃત નાગરીક દ્વારા ફરિયાદ થાય છે.
પ્રશ્ર્ન: ૨૦૦૬ના કાયદાની અસર દેખાઈ છે. ત્યારે બાળગ્નની સંખ્યામાં ઘટાડો થયો છે? અત્યારે પરિસ્થિતિ શુ છે?
જવાબ: બાળ લગ્ન ઘટયું છે. કયારેક મજબુરીમાં આ ગુનો કરતા હોય છે. ત્યારે અમે અને કાયદાથી જાણ કરીએ છીએ.
પ્રશ્ર્ન: ફરિયાદ થાય ત્યારે કોને કોને સાથે રાખો છો?
જવાબ: બાળલગન પ્રતિબંધ અધિકારી પોતાના સ્ટાફનો ઉપયોગ કરે છે. લોકલપોલીસ જ્ઞાતિ આગેવાન, સરપંચ, મંત્રી એવી વ્યકિતની મદદ લેતા હોય છે.
પ્રશ્ર્ન: જયારે બાળ લગ્નની તૈયારી થઈ હોય ત્યારે મામલો ગંભીર બને છે ખરો?
જવાબ: રાજકોટ જિલ્લામાં આવો કિસ્સા બનતા નથી પોલીસ બોલાવી અને મામલો સંભાળતા હોય છે.
પ્રશ્ર્ન: બાળલગ્ન અટકાવવા માટે સરકારે તમને કેવી કેવી સતા આપેલ છે?
જવાબ: બાળલગ્ન અધિકારને પોલીસ અધિકારીની સતા આપેલ છે. જે જરી જણાય તે બધા પગલા લઈ શકે છે. બાળ લગ્નમાં દિકરી દિકરાનો અમે કબજો લઈ શકીએ છીએ જે પણ યોગ્યલાગે તે લઈ શકીએ છીએ.
પ્રશ્ર્ન: ખાસ કરી રાજકોટ જિલ્લા એક પણ ના થાય તે માટે સમાજે શુ કરવું જોઈએ?
જવાબ: એક સાષશ્યલ કેમ્પયન કરીને માતા પિતા તેમજ જ્ઞાતિ આગેવાન, તેમજ વહીવટીતંત્રને ખાસ કરીને મીડીયા લોકજાગૃતિ માટે કાર્યક્રમો કરવા જોઈએ.