છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે ભાજપે આદિવાસી સમુદાયના વિષ્ણુ દેવ સાઇના નામની જાહેરાત કરી છે. કારણ કે ભાજપ દ્વારા છત્તીસગઢમાં આદિવાસી મતદારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. આ પહેલા પણ ભાજપે આદિવાસી મતદારોને રીઝવવા માટે ઘણી જાહેરાતો કરી હતી.
અનુસૂચિત જનજાતિની 29 અનામત બેઠકોમાંથી 17 બેઠકોમાં ભવ્ય જીત અપાવ્યા બાદ આદિવાસી સમુદાયને ભાજપની રિટર્ન ગિફ્ટ
છત્તીસગઢમાં આદિવાસી મતદારોને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. કારણ કે છત્તીસગઢ રાજ્યની 34 ટકા વસ્તી આદિવાસી છે અને 29 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. એવું માનવામાં આવે છે કે આદિવાસી મતદારોને મહત્વ આપ્યા વગર છત્તીસગઢમાં કોઈપણ પાર્ટી સરકાર બનાવી શકે નહીં.
તેથી જ આ વખતે છત્તીસગઢની ચૂંટણીમાં ભાજપે અનુસૂચિત જનજાતિની 29 અનામત બેઠકોમાંથી 17 બેઠકો જીતી છે. આ પરિસ્થિતિનું નિર્માણ 2018ના વર્ષમાં કોંગ્રેસ થયું હતું. પરંતુ આ વખતે આ વોટબેંકનો સમૂહ બીજેપીના પક્ષમાં આવ્યો છે, જેનું મુખ્ય કારણ વિષ્ણુદેવ સાંય છે. આ વખતે ભાજપ પાર્ટી દ્વારા રમણસિંહને સીએમના ફેસ તરીકે જાહેર કરવામાં આવ્યા નહીં. તેનો ફાયદો ભાજપને મોટા પ્રમાણ થયો છે. કારણ કે 2018માં સલવા જુડુમ કાર્યક્રમમાં આદિવાસી મતદારો રમણસિંહથી નાખુશ થઈ ગયા હતાં. તેથી ભાજપ સરકારને 2018ના વર્ષમાં છત્તીસગઢમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
વિષ્ણુ દેવે સરપંચ તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી
વિષ્ણુદેવ સાયનો જન્મ 21 ફેબ્રુઆરી 1964ના રોજ જશપુરના બગિયા ગામમાં થયો હતો. ખેડૂત પરિવારમાંથી આવતા, વિષ્ણુદેવે લાંબી રાજકીય યાત્રા કરીને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું. રાજ્ય અને દેશના રાજકારણમાં સક્રિય રહ્યા.વિષ્ણુદેવ સાયે પોતાની રાજકીય કારકિર્દી ગામડાના રાજકારણથી શરૂ કરી હતી. તેઓ 1989-1990માં અવિભાજિત મધ્ય પ્રદેશમાં ટપકારાની બગિયા ગ્રામ પંચાયતમાંથી સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. આ પછી તેઓ 1990માં ભાજપની ટિકિટ પર પહેલીવાર ટપકારા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. 8 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા બાદ તેઓ 2004માં રાયગઢથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. લોકસભાની આ યાત્રા 2014 સુધી ચાલુ રહી. સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમને મોદી સરકારમાં સ્ટીલ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. દરમિયાન, 2011 અને ફરીથી 2020માં, પાર્ટીએ તેમને છત્તીસગઢ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા. 2022માં ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિના સભ્ય બન્યા.