250 જેટલા દિવ્યાંગ બાળકો લીધો ભાગ: વિજેતા બાળકોને ઇનામો આપી પ્રોત્સાહીત કરાયા
અબતક, રાજકોટ
છ.શા. વિરાણી બહેરા મૂંગા શાળામાં દર વર્ષેની જેમ નવલા નોરતામાં એક દિવસીય નવરાત્રી કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમમાં દિવ્યાંગ મૂક બધિર બાળકો બોલી કે સાંભળી નથી શકતા છતાં પણ મન મુકીને રાસ લીધા અને દાતાઓ દ્વારા બાળકોને ઇનામ રૂપી પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં અંદાજીત 250 જેટલા દિવ્યાંગ મૂક બધિર બાળકોને અને 300 જેટલા વાલીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ જોઇને ઉ5સ્થિત દરેક મહેમાનો મંત્રમુગ્ધ બન્યા હતા.
નૂતનીકરણ પ્રોજેકટ અંતર્ગત શાળાના એજયુકેશનની મુલાકાતલેતા અગ્રણી
મુંબઇથી પરાગભાઇ અવલાણી, શિતલબેન અવલાણી, પિયુષભાઇ અને રૂપલબેન તેમજ અવલાણી પરીવાર સાથે કુલ 1પ મહેમાોને છ.શા. વિરાણી બહેરા મુંગા શાળાના નૂતનીકરણ પ્રોજેકટ અંતર્ગત માહીતી મેળવી હતી તેમજ શાળાના એજયુકેશન વિષે ની મુલાકાત લીધી હતી. અને તેઓ શાળાનું વાતાવરણ જોઇને ખુબ જ પ્રફુલ્લિત અને મંત્રમુગ્ધ બન્યા હતા.