સિંહના મારણ બાદ ૧ લાખની ભેંસના ૧૬ હજાર આપતા પશુપાલકોમાં રોષ
સુરેન્દ્રનગર જિલ્લા ના રેશમિયા અને ચોટીલા વિડ ઠાગા વિસ્તાર માં સિંહ એ હાહાકાર સર્જ્યો છે.ત્યારે છેલ્લા બે દિવસ માં જ સિંહે આ પંથક માં ત્રણ મારણ કર્યા છે.આમ જોવિયે તે અત્યાર સુધી માં આ પંથક માં ૫ થી વધુ મારણ શિહો એ કર્યા છે.ત્યારે આ વિસ્તારમાં વસવાટ કરતા માલધારીઓ માં ભય ફેલાયો છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના ચોટીલા માં છેલ્લા ૨૪ દિવસથી સિંહો એ પોતાનું શાસન જમાવ્યુ છે.ત્યારે આ પંથક મંડાવ વન નજીક અને ઠાગા વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં સિંહો એ આ વિસ્તારમાં પ્રવેશ બાદ માલધારીઓ અને વન માં રખડતા રોજ ના મારણ કર્યા છે.
ત્યારે આ શિહો મોટા જાનવર ના મારણ સામે સરકાર મારણ કરનાર પશુ ના માલિકો ને ૧૬ હજાર ની સહાય આપે છે.ત્યારે આ મોટું જાનવર મારનાર સામે ફકત ૧૬ હજાર ચૂકવા માં આવતા માલધારીઓ માં રોસ વ્યાપ્યો છે.તયારે આ વિસ્તાર માં સિંહે મારણ કરનાર પશુ માલિક હીરા ભાઈ તરમટા સાથે વાતચીત કરવા માં આવતા ફોરેસ્ટર અને સરકાર દવારા એક લાખ ની ભેંસ ની કિંમત સામે સિંહ ના મરણ બાદ આ કિંમત ફકત ૧૬ હજાર ચૂકવા માં આવતા માધારીઓ ને લોસ જાઈ રહો છે.ત્યારે બીજી બાજુ રેશમિયા ગામ ના શિવરાજ ભાઈ જબેલિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે આ મંડાવ વન વિસ્તાર નો સિંહ આવા ના કારણે વિકાસ થશે અને આ મડાવ વન અને ઠાગા વિસ્તારમાં ઉનાળા માં પણ પશુ પાલકો ને પાણી ના અવાળા ના રૂપે મળી જશે.અને સિંહ ના કારણે આ વિસ્તારનો ચોક્કસ પને વિકાસ થશે.
ત્યારે આ વિસ્તારમાં હાલ સિંહ આવા ના કારણે અનેક જાત ની આશા આ વિસ્તારના લોકો સરકાર પાસે રાખી રહા છે.અને આ વિસ્તાર નો સિંહ આવા ના કારણે ટુરિઝમ વિકસાવી વિકાસ થાય તેવી પણ લોક માગ કરી રહયા છે..