સુરવો ડેમ ભરેલો હોવા છતા છેલ્લા ૨૦ વર્ષથી લોકોને નહેરમાંથી પાણી મળતુ નથી
જેતપુર તાલુકાના ચારણીયા, સ્ટેશન વાવડી સહિતના ચાર ગામોને સુરવો ડેમ -૧ બન્યો ત્યારી આજ સુધીમાં એક પણ વાર માઇનોર કેનાલમાં દ્વારા પાણી આપવામાં ન આવતા આ ચાર ગામોના ખેડૂતો દ્વારા કેનાલમાં બેસી તેમાં રંગોળી દોરી રામધૂન બોલાવી પિયત માટે પાણીની માંગણી કરી હતી.
અમરેલી જીલ્લાના વડીયા ગામના ઉપરવાસ વિસ્તારમાં પચીસેક વર્ષ પૂર્વે સુરવો ડેમ -૧ બનાવવામાં આવ્યું હતો અને ડેમનું પાણી પિયત માટે મળી રહે તે માટે કેનાલ પણ બનાવવામાં આવી હતી આજ સુધીમાં એકપણ વાર આ ચાર ગામોને કેનાલ દ્વારા પાણી જ ન મળતા કેનાલમાં ઝારીઝાંખડા ઉગી નીકળ્યા છે અને કેનાલ પણ સાવ બુરાય ગઈ છે.
ચાલુ વર્ષે વરસાદ પણ નહીંવત પડતા પાક સૂકાવા લાગ્યો જેથી ચારેય ગામના ખેડૂતો પાણીની માંગણી માટે ઈને આજે કેનાલમાં રંગોળી દોરી તેમાં દીવડાઓ કરી રામધૂન બોલાવીને પાણી આપવાની માંગ કરી હતી અને જ્યાં સુધી કેનાલ દ્વારા પાણી નહીં મળે ત્યાં સુધી જુદી જુદી રીતે વિરોધ કરતા જ રહેશું તેવું જણાવ્યું હતું