મેં તો સિઘ્ધરે જાણીને તમને સેવ્યા
આજે સાંજે વિજય ગઢવી ભજનોની રંગત જમાવશે
‘અબતક’ ચેનલ દ્વરા પ્રસ્તુત કલા રસીક શ્રોતાઓનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’માં રજુ થતાં કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર, ગુજરાત દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરે છે. આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબજ સારા પરંતુ અપ્રચલિત કલાકારોને પોતાની કલા છેવાડાના લોકો સુધી પહોચાડવા માટેનુ પ્લેટફોર્મ પુરુ પાડવા ‘અબતક’ ચેનલનો હમેશા પ્રયાસ રહ્યો છે.
‘ચાલને જીવી લઇએ’ માં આજે પ્રસ્તુત થનાર કલાકાર વિજય બારોટ કે જેઓ મુળ રાજકોટ જીલ્લાના ઉપલેટા પરંતુ જામનગરને કર્મભૂમિ બનાવી છેલ્લા ૧૦ વર્ષથી લોકસંગીત કલાયાત્રાનું ખેડાણ કરે છે. તેઓએ રાજુભાઇ ગોસ્વામી પાસેથી સંગીતની તાલીમ લઇ શાસ્ત્રીય સંગીત વોકલમાં વિશારદ સુધીનો અભ્યાસ કર્યો છે. અને ભજન-ગઝલ તેઓની આગવી ઓળખ છે.
વિજય બારોટને બારોટ સમાજ દ્વારા ‘બારોટ રત્ન’ નો એવોર્ડ આપી તેનું સન્માન કરાયું હતું.
તેઓએ મોટાગજાના અનેક કલાકારો સાથે લોકસંગીતના કાર્યક્રમો આપ્યા છે અને નવરાત્રી દરમિયાન પણ મોટા બેનરો દ્વારા ઉજવાતા ઉત્સવોમાં કાર્યક્રમો આપે છે. તો આવો ભજન જેની આગવી ઓળખ છે તે કલાકાર વિજય બારોટને આજે સાંજે માણશું ભૂલાય નહી ‘ચાલને જીવી લઇએ.’
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
- ઈન કેબલ ચેનલ નં.૫૬૧
- ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
- મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
- સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦
કલાકારો :
- વિજય બારોટ
- ડીરેકટર એન્કર:- પ્રિત ગોસ્વામી
- તબલા:- મહેશ ત્રિવેદી
- પેડ:- કેયુર બુઘ્ધદેવ
- કી બોર્ડ:- પ્રશાંત સરપદડિયા
આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ
* ચંદ્ર મૌલી…
* મેં તો સિઘ્ધરે જાણીને…
* સાહેલી અમને ભાગ્ય રે મળ્યો…
* પગ વિનાનું પંથે હાલવું…
* યહી વફાકા સીલા દે…
* સદા શિવ…
* દુહા છંદ