શહેરમાં સામાજીક સંસ્થા, સરકારી કચેરીઓ, શાળા કોલેજોમાં છાત્રો,શિક્ષકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી ઉજવણી કરી

૭૧માં પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી આ વખતે રાજકોટ ખાતે કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન યોજાયું હતુ આ સાથે જ શહેરમાં સામાજીક સંસ્થા, શાળા કોલેજમાં આન-બાન-શાન સાથે રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા.

શહેરની જુદી જુદી શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા હતા. જેમાં વિદ્યાર્થીઓએ દેશભકિતના ગીતો પર ડાન્સ કરી સૌને અભિભૂત કર્યા હતા આ સિવાય કેટલીક શાળા પર યોગનો કાર્યક્રમ પણ યોજાયો હતો. સિવાય સામાજીક સંસ્થાઓ મહાનગરપાલીકાની ઝોન કચેરી ખાતે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

પીજીવીસીએલ

પીજીવીસીએલ, કોર્પોરેટ ઓફીસ ખાતે ૭૧માં પ્રજાસતાક દિના ઉમંગભેર ઉજવણી કરવામાં આવેલ ચીફ એન્જીનીયર (ટેક) જે.જે. ગાંધીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. ઉપરોકત સમયે મુખ્ય એન્જીનીયર પ્રોજેકટ જે.એસ. માંડવીયા, જનરલ મેનેજર ફાયનાન્સ કે.એસ. મલકાન, જનરલ મેનેજર એચ.આર, એ.આર. કટારા, એડી. ચીફ. એન્જીનીયર ટેક, જે.જે.ભટ્ટ, એડી.ચીફ એન્જીનીયર પ્રોજેકટ કે.વી. ભટ્ટ, જીયુવીએનએલ પોલીસ સ્ટેશનના ડીવાયએસપી ઠકકર તેમજ અન્ય હાજર રહેલ

સેન્ટ્રલ ઝોન

રાજકોટ મહાનગરપાલીકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ૭૧માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રધ્વજ સલામી સમારોહમાં મેયર બિનાબેન આચાર્યએ ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી તેમજ શહેરીજનોને પ્રજાસતાક પર્વની શુભેચ્છા આપી હતી.

આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર અશ્ર્વીનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, નગર પ્રા. શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર,મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલ ડે. મ્યુનિ. કમિ. પ્રજાપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જીવનનગર વિકાસ સમિતિ

ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ બોર્ડ નં. ૧૦ જાગૃત નાગરીક મંડળ, રામેશ્ર્વર મહાદેવ સમિતિ અને મહિલા મંડળના સંયુકત ઉપક્રમે ૭૧મો પ્રજાસતાક પર્વની આન, બાન, શાનથી ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય એકતા રેલીએ રાજમાર્ગો ઉપર જબરૂ આકર્ષણ જમાવ્યું હતુ.

ન્યુ પરિમલ સ્કુલના આચાર્ય અલ્પાબેન મંડિરે રાષ્ટ્રધ્વજ ફરકાવતા જણાવ્યું કે દેશની આઝાદી પછી બંધારણ અમલમાં સહયોગી તમામને યાદ કર્યા હતા. દેશ માટે શહીદ થનારા સૌ કોઈને યાદ કરી શ્રધ્ધાંજલી આપી હતી. વિજ્ઞાન જાથાના અંધશ્રધ્ધા ભગાવો કાર્યક્રમોમા જોડાવવા અપીલ કરી હતી. છાત્ર છાત્રાઓને અભિનંદન પાઠવ્યા હતા.

શેર વિથસ્માઈલ એન.જી.ઓ

પ્રજાસત્તાક પર્વે સંસ્થા દ્વારા શાળા નં.૬પ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દાતા તરફથી બાળકોને મીઠાઈ વિતરણ કરાયું હતુ આ તકે કમલેશ પાઠક, મિતલ ભટ્ટ, કપીલ પંડયા, હસમુખભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.

શિક્ષણ સમિતિની શાળા

મહાનગરપાલીકાની શિક્ષણ સમિતિની શાળામાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. છાત્રો તથા શાળા સ્ટાફે ઉત્સાહભેર ભાગ લઈને ઉજવણીમાં રાષ્ટ્રગાન, અંગકસરતના દાવ, સંસ્કૃતિક કાર્યક્રમો, મહાનુભાવો વિશે વકતવ્ય, તેજસ્વી વિદ્યાર્થી તથા શિક્ષકનું સન્માન સાથે વિવિધ રમત ગમત સ્પર્ધા યોજવામાં આવી હતી. કાર્યક્રમ અંતે સર્વો છાત્રોને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી.

શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે સમિતિની ૬૦ શાળામાં ધો.૧ થી ૮નાં રર હજારથી વધુ છાત્રો તથા ૯૦૦ જેટલા શિક્ષકો પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જોડાયા હતા.

મહાત્મા ગાંધી સ્કુલ

શાળાના ચેરમેન રાજુભાઈ પરીખ મહેમાનશ્રીઓ યશવંતગીરી ગોસ્વામી ડો. દિનેશચંદ્ર ઉચાટ અને સ્મીતેશભાઈ રૂપારેલીયાને આવકારવામા આવ્યા હતા. ડો. યશવંતગીરી ગોસ્વામી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ શાળાના સ્કાઉટ અને ગાઈડ દ્વારા માર્ચ પાસ્ટ રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ દ્વારા દેશભકિત ગીત પર ડાન્સ, સોન્ગ, વકતવ્ય અને ડ્રિલ રજૂ કરવામં આવી અને ગાઈડ પ્રવૃત્તિમાં રાજય પુરસ્કાર મેળવનાર વિદ્યાર્થીઓ અને ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ અને રાજય કક્ષાએ વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામા આવ્યા હતા.

સરસ્વતી વિદ્યાલય

પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણીમાં પુરૂષાર્થ યુવક મંડળના પ્રમુખ કિશોરભાઈ રાઠોડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. આ રાષ્ટ્રીય ઉત્સવ અવસરે પ્રજાપિતા વિશ્ર્વ વિદ્યાલય બ્રહ્માકુમારી બહેનો, વાલી અગ્રણી અરવિંદભાઈ નસીત તથા બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્તિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરેલ આ રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વહેલી સવારે પ્રભાત ફેરી ભવ્ય ભાતીગળ ગીત સંગીત, દેશભકિતના ગીતો, નાટક શૌર્યગીતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક જે.ડી. ભાખરનાં માર્ગદર્શન હેઠળ નિલકમલ વરીયા તથા શાળાના તમામ શિક્ષકગણે જહેમત ઉઠાવેલ.

મોદી સ્કુલ

મોદી સ્કુલની દરેક બિલ્ડીંગના વિદ્યાર્થીઓ દ્વારા ભારતનાં મહારાષ્ય્ર, હરિયાણા રાજયોની કલા સંસ્કૃતિ લોકનૃત્ય તથા દેશભકિત પ્રસ્તુત કરી રાષ્ટ્રીય એકતા દર્શાવી હતી. અને દેશભકિતના નારા લગાવ્યા હતા. વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સાંકળ બનાવીને સમૂહ ગાનમાં દેશભકિતના ગીતો ગાયા હતા આ ઈવેન્ટને ઉજાગર કરવા શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. આર.પી. મોદીસર, ટ્રસ્ટી ધવલભાઈ મોદી, કુ. નીધીબેન મોદી તેમજ પ્રિન્સીપાલઓ એ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી પ્રોત્સાહિત કર્યા હતા.

વિજયવન ગૌ શાળા

ભગવતીપરા વિસ્તારમા વિજયવન ગૌશાળા પરિવાર દ્વારા ભારતમાતા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મહેશભાઈ મિયાત્રા, કુલદિપ બાવાજી સહિતના અગ્રણીઓએ ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી.

શહેર ભાજપ

પ્રદેશ ભાજપ ની યોજના અનુસાર રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ્ા જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતભરમાં ર૬ મી જાન્યુઆરીની ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો ઉપર ભવ્ય ઉજવણી થાય તે અંતર્ગત રાજકોટ કરણપરા સ્થિત ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં તેમજ સાંસદ મોહનભાઈ કુંડારીયાના વરદ હસ્તે તેમજ ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ભાનુબેન બાબરીયા, ડે. મેયર અશ્ર્વીન મોલીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, ભીખાભાઈ વસોયા,  રક્ષાબેન બોળીયા, રાજુભાઈ બોરીચાની ઉપસ્થિતિમાં  ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરભરમાંથી તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. ધ્વજવંદન બાદ કાર્યર્ક્તાઓએ તીરંગાને સલામી આપી રાષ્ટ્ર ગાન કરી મોં મીઠા કરાવ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે સંભાળી હતી.

પતંજલિ સ્કૂલ

પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રીએ રેસકોર્ષ ખાતે  દેશભકિતના ગીત સાથે વિદ્યાર્થી કાર્નિવલ ખુલ્લો સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી. પતંજલિ રાજયની સાંસ્કૃતિક રજૂ કરવામાં આવી હતી. જેમાં ત્યાંના લોકનૃત્ય અને લોકગીતો રજૂ કરવામાં આવ્યા હતા.

માલધારી ભરવાડ સમાજ દ્વારા તિરંગા યાત્રાનું સ્વાગત કરાયું

vlcsnap 2020 01 27 09h44m57s437

રાજકોટ ગૌરવયાત્રા સમિતિ દ્વારા ર૬મી જાન્યુઆરીની ઉજવણીએ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ જે. તિરંગાયાત્રા શહેરની વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ગૌરવયાત્રા સમિતિ દ્વારા લાંબો ધ્વજ બનાવવામાં આવ્યો હતો. આ યાત્રાનાં સમગ્ર જ્ઞાતિનાં લોકો જોડાતા હોય છે. ત્યારે આ યાત્રામાં માલધારી ભરવાડ સમાજના પણ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગૌરવયાત્રાનું માલધારી ભરવાડ સમાજ દ્વારા રાજેશ્રી સીનેમા પાસે સ્વાગત કરવામાં આવ્યું હતુ તથા સરબત અને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. દિલીપભાઈ ગમારાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુકે ર૬મી જાન્યુઆરી નિમિતે ભરવાડ સમાજ રાજેશ્રી ટોકીઝ સામે ભવ્યાતીભવ્ય ત્રિરંગા યાત્રાનું સ્વાગત કરીએ છીએ સાથેસાથે અલ્પહાર રાખવામા આવેલ અને ઠંડા પીણાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. રાષ્ટ્રધ્વજનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ ત્રિરંગાયાત્રામાં ભરવાડ સમાજના ૧૦૦૦ થી ૧ર૦૦૦ સભ્યો જોડાયા હતા તથા અને અમે સંદેશો આપવા માંગીએ છીએ કે દરેક સમાજ એક થઈને રહે. (તસ્વીર: ગોપાલ ચૌહાણ)

કનૈયા ગૃપ: પ્રજાસત્તાક પર્વ નિમિતે કનૈયા ગૃપ દ્વારા રાષ્ટ્રપર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી બેડીપરા ખાતે  રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં સર્વજ્ઞાતિના લોકો જોડાયા હતા.

કોર્ટ કમ્પાઉન્ડમાં ડિલ્ટ્રકિટ જજ ગીતા ગોપીએ કર્યુ ધ્વજવંદન

IMG 20200127 134448

શહેરના ડિષ્ટ્રકિટ કોર્ટ કમ્પાઉન્ડ ખાતે તા.ર૬ જાન્યુઆરીને ૭૧માં પ્રજાસત્તાક પર્વ પ્રિન્સીપાલ એન્ડ સેશન્સ જજ ગીતા ગોપી રસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જજી રંગે અને બારના હોદ્દેદારો તેમજ સિનિયર -જૂનિયર એડવોકેટ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગૌતમ વિદ્યાલય: શાળામાં પ્રજાસતાક પર્વની ભવ્ય ઉજવણીમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. શાળાના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહીત કરીને ઈનામો અપાયા હતા. શાળાના આચાર્ય દિલીપ પંચોલીએ પ્રજાસતાક પર્વે સુંદર વ્યકતવ્ય આપીને તથા ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.