સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં જણાવ્યું હતું કે, એકવાર ક્રૂરતાને કારણે પતિનું ઘર છોડ્યા બાદ પત્ની જ્યાં આશ્રય મેળવે પત્ની તે સ્થળથી જ કલમ 498-એ હેઠળ ફરિયાદ લેવાનો અધિકારક્ષેત્ર હશે, જે વાસ્તવિક પરિસ્થિતિના આધારે છે.
પતિનું ઘર છોડ્યા બાદ પત્ની જે સ્થળે આશ્રય મેળવે તેને જ નિભાવ સ્થળ ગણી ફરિયાદ લેવા સર્વોચ્ચ અદાલતનો આદેશ
રૂપાલી દેવી વિ. યુ.પી. રાજ્ય (2019)માં 3-જજની બેંચના નિર્ણયનો ઉલ્લેખ કરતા કોર્ટે અવલોકન કર્યું હતું કે પત્ની જે સ્થાને આશ્રય લે છે ત્યાંની અદાલતમાં દાવો દાખલ કરી શકે છે. પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા આચરવામાં આવેલ ક્રૂરતાના કૃત્યો, વાસ્તવિક પરિસ્થિતિના આધારે આઈપીસીની કલમ 498-એ હેઠળની ફરિયાદ લેવાનો અધિકારક્ષેત્ર પણ હશે.જસ્ટિસ બી.વી. નાગરથ્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બનેલી સુપ્રીમ કોર્ટની બેંચ સેશન્સ જજ, બેંગ્લોરના ચુકાદા સામે એસએલપીની સુનાવણી કરી રહી હતી, જેણે આરોપી પતિની જામીન અરજીને મંજૂરી આપી હતી. જેની સામે અરજદારે એસએલપીમાં સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો.
કોર્ટની વિચારણા માટે જે મુદ્દો ઉભો થયો હતો તે એ હતો કે શું સામાન્ય તપાસ અને સુનાવણીની જગ્યામાં ફરિયાદી-પત્ની તેના પતિથી અલગ થયા પછી રહેતી જગ્યાનો સમાવેશ કરશે?કોર્ટે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 177માં દર્શાવેલ તપાસ અને ટ્રાયલના સામાન્ય સ્થળના અર્થઘટન પર ચર્ચા કરી હતી.
જો કે, 2019માં રૂપાલીના કેસમાં નવો પરિપ્રેક્ષ્ય આવ્યો. આ ચુકાદામાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, પત્નીના માનસિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસરો, જ્યારે લગ્ન સંબંધી ઘરમાં આચરવામાં આવેલા કૃત્યોને કારણે તેના પેરેંટલ ઘરમાં રહેતી હોય ત્યારે પણ તે કલમ 498એ હેઠળ ક્રૂરતા સમાન છે.
હાલના કેસમાં આ સિદ્ધાંતને લાગુ કરતાં અદાલતે તારણ કાઢ્યું હતું કે ફરિયાદી-પત્ની કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ અને ઉત્પીડનનો સામનો કરીને રાજસ્થાનના ચિરાવા ખાતેના તેના માતાપિતાના ઘરે પરત ફર્યા હતા. તેથી ચિરાવાને નિભાવનું સામાન્ય સ્થળ ગણી શકાય છે. બેંગ્લોરના સેશન્સ જજે રાજસ્થાનના ચિરાવા પોલીસ સ્ટેશનમાં જ્યાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી ત્યાં તપાસ અધિકારી અને સરકારી વકીલને જાણ કર્યા વિના આરોપી પતિને એક્સ્ટ્રા-ટેરિટોરિયલ આગોતરા જામીન મંજૂર કર્યા હતા. તેથી કોર્ટે સેશન્સ જજના આદેશને બાજુ પર રાખ્યો અને આરોપીને આગોતરા જામીન માટે રાજસ્થાનના ચિરાવા ખાતેની ન્યાયિક અદાલતનો સંપર્ક કરવા નિર્દેશ આપ્યો હતો.