રાજકોટ માર્કેટીંગ યાર્ડનું બપોર સુધી કામકાજ ચાલુ
ખેડૂતો હેરાન ન થાય તેમજ પોતાની જણસી વેચાણ અર્થે લાવતા હોય જેથી બપોર સુધી કામકાજ ચાલુ રખાયું
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મચ્છરોના ઉપદ્રવે હાહાકાર મચાવ્યો છે. સાંજ પડતાંની સાથે જ હજારો મચ્છરોના ઝુંડ યાર્ડમાં આક્રમણ કરે છે અને વેપારીઓ મજુરો, કમિશન એજન્ટો તેમજ કામકાજ અર્થે આવતા અનેક લોકો કામ કરી શકતા નથી. આ અંગેની રજૂઆત બાદ મચ્છરોનો ત્રાસ ઘટાડવા ફોગીંગ સહિતની કામગીરી કરવા રાજકોટ મનપા દ્વારા જણાવાયું હતુ. પરંતુ દિવસોસુધી કાર્યવાહી કરવામાં નહિ આવતા અંતે આજથી માર્કેટીંગ યાર્ડ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ખેડુતો હેરાન ન થાય અને હજુ પોતાની જણસી વેચાણ અર્થે લાવતા હોય જેથી આજ બપોર સુધી માર્કેટીંગ યાર્ડનું કામકાજ ચાલુ રાખવામાં આવ્યું હોવાનું કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ કમાણી દ્વારા જણાવાયું છે.
આ સમસ્યા નિવારવા આજે બપોરે મજૂરો, વેપારીઓની સતાધીશો સાથેમીટીંગ મળ્યાબાદ નિર્ણય કરવામાં આવશે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં સાંજે મચ્છરોના અસધ્ય ત્રાસથી વેપારીઓ, મજૂરો કંટાળી ગયા હોય જેનો કોઈને કોઈ રીતેનિવેડો લાવવા મકકમ બન્યા છે. આ અંગે તંત્રને અનેકવખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કાયમી સમસ્યા હલ થઈ શકતી નથી. જોકે શહેરનીભાગોળે આવેલા બેડીમાર્કેટીંગ યાર્ડ રૂ ડામાં આવે છે. ત્યારે રાજકોટ મહાનગરપાલીકા પણ કોઈ સચોટ કામગીરી કરી શકે તેમ નથી.
વેપારીઓ, મજૂરો મચ્છરોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય ત્યારે આ અંગે કોઈ નકકર કામગીરી કરવામાં નહિ આવતા આજથી માર્કેટીંગ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ સમસ્યા મુખ્ય સાંજે હોય તેમજ ખેડુતો હેરાન ન થાય અને હજુ પોતાની જણસી યાર્ડમાં વેચાણ અર્થે લાવતા હોય ત્યારે આજે બપોર સુધી યાર્ડનું કામકાજ ચાલુ રાખવામાં આવશે તેમજ બપોરે ૧૨ કલાકે વેપારીઓ, મજૂરો સતાધીશો સાથે મીટીંગ કરી યોગ્ય નિર્ણય લેવાના હોવાનું જાણવા મળ્યું છે.